IPL 2024: વિરાટ કોહલીની ટીમમાં રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જોઈને થઈ જશો હેરાન, 11 પ્લેયર્સ થયા ડ્રોપ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથેની કોર ટીમ જાળવી રાખી છે. વિરાટ કોહલીની ટીમમાં રિલીઝ કરાયેલા ખેલાડીઓના નામ જોઈને હેરાન થઈ જશો. તમને આરસીબીના રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની લિસ્ટ અહીં જુઓ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2024 માટે રિટેન કરાયેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. એવું લાગે છે કે ફ્રેન્ચાઈઝીએ ફરી એકવાર આખી ટીમ બદલવાનો નિર્ણય લીધો છે અને વાનિંદુ હસરંગા, જોશ હેઝલવુડ સહિત કુલ 11 ખેલાડીઓને બહાર કર્યા છે.

આઈપીએલ 2024ની ઓક્શન પહેલા આરસીબીએ તેના જાહેર કરાયેલા ખેલાડીઓની લિસ્ટથી હેરાન કરી દીધા છે. બોલ્ડ આર્મીએ તેના ઘણા મેચ વિનિંગ ખેલાડીઓને બહાર પાડ્યા છે.

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરાંગા, ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ, વેન પાર્નેલ જેવા મોટા નામોને રિલીઝ લિસ્ટમાં જોઈને બધા હેરાન થઈ ગયા છે. ક્યાંકને ક્યાંક હવે આઈપીએલની ઘણી ટીમો આરસીબી દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓ પર દાવ લગાવવા માટે તૈયાર હશે.

આરસીબીએ રિટેન કરેલા ખેલાડીઓઃ ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભાંડગે, મયંક ડાગર, વ્યસક વસંત વિજય, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપ્લી, હિંમાશુ શર્મા, રાજન કુમાર

આરસીબીએ રિલીઝ કરેલા ખેલાડીઓ: વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ.