IPL 2024 : લખનૌ સુપર જાયન્ટ્સ માંથી ઉનડકટ સહિત 8 ખેલાડીઓ બહાર, રાહુલ-ડી કોકને કરાયો રિટેન, જુઓ આ લિસ્ટ
લખનૌ સુપર જાયન્ટ્સ એ IPL 2024ના ઓક્શન પહેલા આઠ જેટલા ખેલાડીઓને રિલિઝ કર્યા છે. છેલ્લી IPLમાં LSGની સફર ગત સિઝનમાં એલિમિનેટરમાં સમાપ્ત થઈ હતી. જોકે હવે આગામી IPL 2024 માટે 8 ખેલાડીઓ રીલીઝ કરવામાં આવ્યા છે. અહીં છે આ ખેલાડીઓનું સમગ્ર લિસ્ટ

IPL 2024ના ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ એ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, કરણ શર્મા અને કરુણ નાયર LSG માંથી બહાર થયા છે. તે જ સમયે, LSG એ કેપ્ટન KLરાહુલ અને ક્વિન્ટન જેવા મજબૂત ખેલાડીઓને રિટેન કર્યા છે.

IPL 2024ના ઓક્શન પહેલા લખનૌએ બે ખેલાડીઓનો ટ્રેડ કર્યો હતો. જેમાં ફાસ્ટ બોલર આવેશ ખાન હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે અને રોમારિયો શેફર્ડ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે.

આવેશની જગ્યાએ બેટ્સમેન દેવદત્ત પડિકલ RRમાંથી LSGમાં આવ્યા છે. આવેશને એલસીજીએ રૂ. 10 કરોડમાં જ્યારે આરઆરને રૂ. 7.75 કરોડમાં પડીક્કલને સાઇન કર્યા હતા. જ્યારે, મુંબઈએ શેફર્ડને 50 લાખ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. મહત્વનુ છે કે IPL 2023માં લખનૌની ટીમની સફર એલિમિનેટરમાં સમાપ્ત થઈ હતી.

ગત IPL માં કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ ઈજાના કારણે આખી સિઝન રમી શક્યા ન હતા. એલએસજીમાં રાહુલના સ્થાને કરુણ નાયર અને ઉનડકટના સ્થાને સૂર્યાંશ શેડગેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

LSG દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન.