AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: CSK vs MI વચ્ચેની મેચોમાં આ બેટ્સમેનો રન ખડકવામાં મચાવી ચૂક્યા છે તોફાન, જાણો કોણ છે આગળ

IPL 2021 નો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સની ટીમો એકબીજા સામે ટકરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:31 PM
Share

IPL 2021 નો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ તબક્કાની પ્રથમ મેચ IPL ના ઇતિહાસમાં બે સૌથી સફળ ટીમો વચ્ચે રમાશે. એટલે કે, આજે પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ અને ત્રણ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. આ બંને વચ્ચેની મેચ હંમેશા ઉત્તેજનાથી ભરેલી હોય છે. આ બંને ટીમો ફાઇનલમાં ઘણી વખત ટકરાઇ છે. જો આ સમયે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નાઈની સ્થિતિ સારી છે અને તે બીજા નંબરે છે. જ્યારે મુંબઈની ટીમ ચોથા નંબરે છે. બંને ટીમો પાસે મજબૂત બેટ્સમેન છે. પરંતુ અત્યાર સુધી, થોડા લોકોને જ ખબર હશે કે આ બે ટીમો વચ્ચેની મેચમાં રન બનાવવામાં સૌથી આગળ કોણ છે. અમે તમને તે જ બેટ્સમેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 6
જો કોઈ બેટ્સમેને મુંબઈ અને ચેન્નાઈ (MI vs CSK) વચ્ચે IPL મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા હોય તો તે ચેન્નઈના સુરેશ રૈના છે. રૈનાએ મુંબઈ સામે અત્યાર સુધી 706 રન બનાવ્યા છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં પણ રૈના ત્રીજા નંબરે છે અને મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સાથે તેની લડાઈ ચાલુ છે. રૈનાએ કુલ 200 આઈપીએલ મેચ રમી છે અને 5491 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 39 અડધી સદી સામેલ છે.

2 / 6
રોહિત (Rohit Sharma) બીજા સ્થાને છે. IPL ની ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની મેચોમાં રોહિતના બેટથી 661 રન થયા છે. આ લીગમાં સૌથી વધુ રન બનાવવાના કિસ્સામાં રોહિત રૈનાથી માત્ર એક ડગલું પાછળ છે. રોહિતે 207 મેચમાં 5480 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમ્યાન એક સદી અને 40 અડધી સદી ફટકારી છે.

3 / 6
ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ત્રીજા નંબરે છે. આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમતી વખતે મુંબઈ સામે ધોનીના બેટમાંથી 586 રન બહાર આવ્યા છે. IPL માં સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની આઠમા સ્થાને છે. તેણે 211 મેચમાં 4669 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં હજુ સુધી સદી ફટકારી નથી. પરંતુ તેના નામે 23 અડધી સદી છે.

4 / 6
ચોથા નંબર પર આ નામ છે, જે હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો હિસ્સો ગણાતો બેટ્સમેન અંબાતી રાયડુ છે. 576 રન રાયડુના બેટ પરથી આવ્યા હતા. IPL માં સૌથી વધુ રન બનાવવાના મામલે રાયડુ 14 મા સ્થાને છે. તેણે 166 મેચમાં 3795 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 20 અડધી સદી સામેલ છે.

5 / 6
મુંબઈ ઈન્ડીયન્સના કિયરોન પોલાર્ડ પાંચમા નંબરે છે. પોલાર્ડે ચેન્નાઈ સામે રમતી વખતે તેના બેટમાંથી 554 રન લીધા છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પોલાર્ડ 17 માં નંબરે છે. અત્યાર સુધી તેણે IPL માં કુલ 171 મેચ રમી છે અને 3191 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 16 અડધી સદી ફટકારી છે.

6 / 6
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">