તૂટેલા પગ સાથે પણ રિષભ પંત બન્યો નંબર-1, રોહિત શર્મા-વીરેન્દ્ર સેહવાગના તોડયા રેકોર્ડ
જ્યારે રિષભ પંત 37 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને પગમાં ઈજા થઈ હતી અને તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. પરંતુ બીજા દિવસે ફ્રેક્ચર હોવા છતાં તે બેટિંગ કરવા આવ્યો અને પોતાની અડધી સદી પૂર્ણ કરી. બીજા દિવસે તેમણે 17 રન ઉમેર્યા અને આ દરમિયાન બે રેકોર્ડ પણ બનાવ્યા.

ઈજા પણ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત રન બનાવતા રોકી શકી નહીં. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પગમાં ઈજા થતાં રિટાયર્ડ હર્ટ થનાર પંત ફરીથી બેટિંગ કરવા આવ્યો અને એક નવો રેકોર્ડ બનાવ્યો.

ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી અને 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. તેને પગમાં ફ્રેક્ચર થયું હતું છતાં તે બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો અને શાનદાર અડધી સદી ફટકારી.

પંતે તૂટેલા પગ સાથે 75 બોલમાં 54 રનની યાદગાર અડધી સદીની ઈનિંગ રમી. પંતે આવી સ્થિતિમાં અડધી સદી ફટકારવાની સાથે પોતાના નામે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે નંબર-1 બની ગયો છે.

પંતે પોતાની ઈનિંગમાં 2 છગ્ગા ફટકાર્યા હતા, જેમાંથી બીજો છગ્ગો જોફ્રા આર્ચરના બોલ પર ઈજાગ્રસ્ત થયા પછી ફટકાર્યો હતો. આ છગ્ગા સાથે, પંતે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ 90 છગ્ગા ફટકારવાના સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી. હાલમાં રમી રહેલ ખેલાડીમાં પંત આ મામલે નંબર-1 બેટ્સમેન બની ગયો છે.

એટલું જ નહીં, પંત હવે WTCના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ઈજા પછી રમતી વખતે પંતે 15 રન પૂરા કર્યા કે તરત જ તેણે રોહિત શર્મા (2716) ને પાછળ છોડી દીધો. પંતના નામે હવે WTCમાં સૌથી વધુ 2731 રન છે.

રિષભ પંતની ઈજાની વાત કરીએ તો, આ સ્ટાર બેટ્સમેનના પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 6 અઠવાડિયા માટે મેદાનની બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં, તે છેલ્લી ટેસ્ટમાં રમી શકશે નહીં. તેના સ્થાને તમિલનાડુના એન જગદીશનને સામેલ કરવાની ચર્ચા છે. (All Photo Credit : PTI / Getty Images)
ઈજા પણ રિષભ પંતને ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત રન બનાવતા રોકી શકી નહીં. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
