INDW vs ENGW: ઈંગ્લેન્ડમાં મિતાલી રાજે આ મામલે વિરાટ કોહલીથી લઈને રોહિત શર્માને પાછળ મુકી દીધા

મિતાલી રાજે (Mithali Raj) ઇંગ્લેંન્ડ સામે શરુઆતની બંને વન ડે માં કેપ્ટન ઇનીંગ રમી અર્ધશતક લગાવ્યા હતા. જોકે બંને મેચ ભારતે ગુમાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:27 PM
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસે  (England   Tour) છે. મિતાલી રાજ (Mithali Raj)ની કેપ્ટનશીપ ધરાવતી ટીમને પ્રવાસમાં નિરાશા સાંપડી છે. જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ ટીમ 3 વન ડેની શ્રેણી રમી છે. જે ભારતીય મહિલા ટીમે ગુમાવી દીધી છે. પ્રથમ બંને મેચ હારી જતા જ ભારતના હાથમાંથી વન ડે શ્રેણી સરકી ગઈ હતી.

1 / 8
ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં એકંદરે ભારતીય બેટીંગ લાઈન સંપૂર્ણ પણે ફ્લોપ રહી છે. જેને લઈને શરુઆતથી ટીમ મેચમાં મોટા સ્કોર ખડકી શકી નહોતી. જોકે કેપ્ટન મિતાલી રાજ એકલા હાથે ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતીએ લઇ જવા સંઘર્ષ કરતી જોવા મળી.

2 / 8

કેપ્ટન મિતાલી રાજે પ્રથમ બંને વન ડેમાં અર્ધશતકીય રમત રમી હતી. તેણે બંને મેચમાં અર્ધશતક જમાવ્યા હતા. આ સાથે જ તે પુરુષ અને મહિલા ખેલાડીઓમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રનનો વ્યક્તિગત સ્કોર કરનારી ખેલાડી બની ગઈ છે.

3 / 8

મિતાલીએ પ્રથમ વન ડે મેચમાં 72 રન અને બીજી વન ડેમાં 59 રન બનાવ્યા હતા. આમ તે ઈંગ્લેન્ડની ધરતી પર 14 વાર 50 કે તેથી વધારે રન કર્યા છે. મિતાલીએ અત્યાર સુધીમાં 40 વન ડે મેચ રમી છે. જેમાં 2 શતક અને અને 12 અર્ધશતક સામેલ છે. આમ તે આ મામલામાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોથી આગળ નિકળી ચુકી છે.

4 / 8

મિતાલી બાદ બીજા ક્રમાંક પર રોહિત શર્મા (Rohit Sharma) છે. જેણે ઈંગ્લેન્ડમાં 24 મેચ રમીને 13 વખત 50 કે તેથી વધુ રન કર્યા છે. જેમાં તેણે 7 શતક અને 6 અર્ધશતક નોંધાવ્યા છે. જેમાં 7માંથી 5 અર્ધશતક વિશ્વકપ 2019 દરમ્યાન તેણે નોંધાવ્યા હતા.

5 / 8

ત્રીજા સ્થાન પર રાહુલ દ્રવિડ (Rahul Dravid) છે. જેમણે 13 વખત 50 કે તેનાથી વધુ રન નોંધાવ્યા છે. દ્રવિડે ઈંગ્લેન્ડમાં   32 વન ડે મેચ રમી છે. આ દરમ્યાન 2 શતક અને 11 અર્ધશતક લગાવ્યા હતા.

6 / 8

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ પાછળ નથી. તેણે ઈંગ્લેન્ડમાં 31 મેચમાં 13 વખત 50 કે તેથી વધારે વખત સ્કોર કર્યો છે. કોહલી ભલે શતક માટે જાણીતો હોય, પરંતુ ઈંગ્લેન્ડમાં માત્ર એક જ વન ડે શતક લગાવી શક્યો છે. જ્યારે 12 અર્ધશતકીય ઈનીંગ રમી છે.

7 / 8
ટીમ ઈન્ડીયાના ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) હાલમાં શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટનની ભૂમિકામાં છે. તે ઈંગ્લેન્ડમાં 19 વન ડે મેચ રમી ચુક્યો છે. જેમાંથી તેણે 8 વખત 50નો આંકડો પાર કર્યો છે. જેમાં 4 શતક અને 4 અર્ધશતક સામેલ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">