ભારતીય ક્રિકેટમાં સૌથી વધારે ભણેલો ગણેલો છે આ પૂર્વ ક્રિકેટર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પરિવાર સાથે છે કનેક્શન

વાંગીપુરાપુ વેંકટ સાઈ લક્ષ્મણનો જન્મ હૈદરાબાદમાં 1 નવેમ્બર 1974 ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ ક્રિકેટ કોમેન્ટેટર છે. તેની પત્નીનું નામ શૈલજા છે તેને 2 બાળકો પણ છે.

| Updated on: Jul 04, 2024 | 4:06 PM
વીવીએસ લક્ષ્મણનું આખું નામ વાંગીપુરપ્પુ સાંઈ લક્ષ્મણ છે. જેની ગણતરી ક્રિકેટ વર્લ્ડના એક સ્ટાઈલિશ બેટ્સમેનના રુપમાં થાય છે.

1 / 12
 લક્ષ્મણનો જન્મ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ હાલનું તેલંગાણામાં થયો હતો.લક્ષ્મણના માતા-પિતા વિજયવાડાના ડોક્ટર શાંતારામ અને સત્યભામા છે. તેમના માતા-પિતા બંન્ને ડોકટર છે.લક્ષ્મણ ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો નજીકનો સંબંધી છે.પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ રાધાકૃષ્ણનની પત્ની શિવકમુની બહેનનો પુત્ર છે.

2 / 12
વીવીએસ લક્ષ્મણના પરિવાર તેમજ તેના ક્રિકેટ કરિયર વિશે જાણો

3 / 12
લક્ષ્મણે 16 ફેબ્રુઆરી 2004ના રોજ કોમ્પ્યુટર એપ્લિકેશન ગ્રેજ્યુએટ ગુંટુરની જી.આર. શૈલજા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે . 2012માં લક્ષ્મણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. લોકો તેને વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણના નામથી પણ બોલાવે છે.

4 / 12
લક્ષ્મણે હૈદરાબાદની લિટલ ફ્લાવર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જો કે તેઓ તેમના અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે મેડિકલ સ્કૂલમાં જોડાયા હતા, પરંતુ લક્ષ્મણે ક્રિકેટને કારકિર્દી તરીકે પસંદ કર્યું હતું.

5 / 12
2011માં, લક્ષ્મણને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2012માં લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

6 / 12
વીવીએસ લક્ષ્મણે ભારત માટે 134 ટેસ્ટ મેચમાં 8781 રન બનાવ્યા છે અને 86 વન ડે મેચમાં તેના નામે 2338 રન છે. તેમણે પોતાના કરિયરમાં 17 ટેસ્ટ અને 6 વનડે સદી ફટકારી છે. આ સિવાય આઈપીએલમાં પણ તેમણે 20 મેચમાં 282 રન બનાવ્યા છે. આઈપીએલમાં સૌથી મોટો સ્કોર 52 છે.

7 / 12
વીવીએસ લક્ષ્મણ ભણવામાં ખુબ હોશિયાર હતા. તેઓ મેડિકલનો અભ્યાસ રી રહ્યા હતા તે દરમિયાન અભ્યાસ છોડી ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો. પોતાના શાનદાર કરિયર બાદ પણ ભારત માટે એક પણ વર્લ્ડકપ રમી શક્યો નથી.

8 / 12
1996માં ટેસ્ટ તો 1998માં ભારત માટે વનડે ડેબ્યુ કરનાર લક્ષ્મણે છેલ્લી ઈન્ટરનેશલ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2012માં રમી હતી. ઓસ્ટ્રેલિયા ટીમ વિરુદ્ધ શાનદાર રમતના કારણે તેને વેરી વેરી સ્પેશિયલનું ટાઈટલ ઓસ્ટ્રેલિયાના જ પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે આપ્યું હતુ.

9 / 12
લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ક્રિકેટના વડા પણ રહી ચુક્યા છે અને ભારતની અંડર-19 અને ભારત A ટીમોના મુખ્ય કોચ પણ રહી ચુક્યા છે.લક્ષ્મણ એવા ખેલાડીઓમાંથી એક છે જેમણે 100 ટેસ્ટ મેચ રમી છે, હાલમાં ભારતીય ટીમ સાથે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે.

10 / 12
ડોમેસ્ટિક ક્રિકેટમાં લક્ષ્મણે હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે કાઉન્ટી ક્રિકેટમાં લેન્કેશાયર તરફથી પણ રમ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની સિઝન દરમિયાન તે ડેક્કન ચાર્જર્સ ટીમનો કેપ્ટન પણ હતો. બાદમાં, તે કોચી ટસ્કર્સ ટીમ માટે રમ્યો. તેઓ 2021 સુધી સનરાઈઝર્સ હૈદરાબાદના મેન્ટર રહ્યો હતો.

11 / 12
2011માં, લક્ષ્મણને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2012માં લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

2011માં, લક્ષ્મણને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2012માં લક્ષ્મણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

12 / 12
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">