IND vs SL 1st ODI : 8 મહિના બાદ વનડે રમવા મેદાનમાં ઉતરશે ભારતીય ટીમ, ભારત-શ્રીલંકાની મેચ ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝ આજથી એટલે કે, શુક્રવારથી શરુ થઈ રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે મેચ કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. તો જાણો ક્યારે અને કેટલા વાગ્યે તમે મેચ લાઈવ જોઈ શકશો.

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 2 ઓગસ્ટ એટલે કે, આજથી શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ રમશે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટી20 સીરિઝ ભારતીય ટીમે શ્રીલંકાને વ્હાઈટ વોશ કરી જીતી હતી. હવે ભારતીય ટીમ રોહિત શર્માને આગેવાનીમાં રમતી જોવા મળશે.ટી20 બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આજથી શરુ થશે. વનડે સિરીઝની પહેલી મેચ ચાહકો માટે ખુબ ખાસ રહેશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે મેચનું લાઈવ ટેલીકાસ્ટ ટીવી પર સોની સ્પોર્ટસ ટેન 3 હિન્દીમાં તેમજ સોની સ્પોર્ટસ ટેન 5 sd અને HDમાં જોઈ શકો છો. તેમજ પહેલી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો.

ભારત અને શ્રીલંકાની પહેલી વનડે મેચ 2 ઓગસ્ટ એટલે કે,શુક્રવારના રોજ કોલંબોમાં રમાશે. પહેલી વનડે મેચ બપોરના 2 :30 કલાકે રમાશે.તેમજ તમે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચને લઈ તમામ અપટેડો ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકો છો.

કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર પર સૌની નજર રહેશે. રાહુલ અને અય્યર લાંબા સમય બાદ ભારતીય ટીમ માટે રમશે. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ફેબ્રુઆરી 2024માં રમી હતી. જે ટ્સ્ટ મેચ હતી, તો કે,એલ રાહુલે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ જાન્યુઆરી 2024માં રમી હતી.

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય વનડે ટીમ જોઈએ તો, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ , વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ, હર્ષિત રાણા
