T20 World Cup 2024: ભારત-પાકિસ્તાનની મેચ, ક્યારે અને ક્યાં તમે ફ્રીમાં લાઈવ જોઈ શકશો, જાણો તમામ વિગતો
ટી20 વર્લ્ડકપ 2024માં 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મેચને જોવા માટે ચાહકો આતુર છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપ 2024ની મેજબાની વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા કરી રહ્યું છે.

ટી20 વર્લ્ડકપ 2024ની શરુઆત 2 જૂનથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટઈન્ડિઝમાં રમાશે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે. બંન્ને ટીમ 9 જૂનના રોજ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને થશે.

ભારતીય સમયઅનુસાર આ મેચ સાંજે 8 કલાકે શરુ થશે. ભારતમાં ક્રિકેટ ચાહકો ટીવી પર સ્પોર્ટસ નેટવર્ક પર વર્લ્ડકપ મેચ લાઈવ જોઈ શકે છે. તેમજ મોબાઈલ અને ટેબલેટના યુઝર ડિઝ્ની હોસ્ટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ લઈ શકે છે.

ભારતના ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર T20 વર્લ્ડ કપની મેચો જોઈ શકશે. સ્ટાર સ્પોર્ટસ પર વર્લ્ડકપનું સીધું પ્રસારણ કરવામાં આવશે. હોટસ્ટાર પર ટી20 વર્લ્ડકપનું પ્રસારણ તમે ફ્રીમાં જોઈ શકશો.

બીસીસીઆઈએ 30 એપ્રિલના રોજ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે અને હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં છે.

તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યારસુધી 7 વખત આમને-સામને આવી છે. 5 વખત ભારતીય ટીમ જીત મેળવી છે. એક વખત પાકિસ્તાન અને એક વખત મેચ ટાઈ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ સામે છે.
