AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 માં દમ દેખાડનારા આ 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના સિલક્ટરોને આકર્ષવામાં રહ્યા નિષ્ફળ! સ્ટાર ખેલાડીઓએ હજુય રાહ જોવી પડશે?

IPL 2022 માં ઘણા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના ખેલાડીઓને આ શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ કેટલાક નામ એવા છે જેને ફરીથી નજરઅંદાજ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 9:02 PM
Share
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 9 જૂનથી શરૂ થનારી આ શ્રેણી માટે ટીમની કમાન કેએલ રાહુલને આપવામાં આવી છે, જે રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. IPL 2022 માં ઘણા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના ખેલાડીઓને આ શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ કેટલાક નામ એવા છે જેને ફરીથી નજરઅંદાજ કરવામાં આવ્યા છે અને તે આશ્વર્યજનક છે.

1 / 6
પૃથ્વી શોઃ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા આ યુવા ઓપનરે આ સિઝનમાં કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેણે 10 ઇનિંગ્સમાં 153ના સ્ટ્રાઇક રેટથી 283 રન બનાવ્યા, જેમાં 32 અડધી સદી સામેલ છે. પાવરપ્લેમાં તોફાની શરૂઆત આપવાની ક્ષમતા હોવા છતાં તેને ફરી તક મળી નથી.

2 / 6
સંજુ સેમસનઃ પૃથ્વી શોની જેમ સંજુ સેમસનને પણ ફરીથી નજર અંદાજ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપમાં ટીમને પ્લેઓફમાં લઈ જનાર સેમસને આ સિઝનમાં ઘણી મોટી ઈનિંગ્સ રમી નથી, પરંતુ ટીમની જરૂરિયાત મુજબ ટૂંકી અને ઝડપી ઈનિંગ્સ દ્વારા સારું યોગદાન આપ્યું છે. અત્યાર સુધી 14 ઇનિંગ્સમાં તેણે 147ના સ્ટ્રાઇક રેટથી 374 રન બનાવ્યા છે.

3 / 6
શિખર ધવન: બીજી તરફ સીનિયર ખેલાડીઓની વાત કરીએ તો શિખર ધવન ફરી એકવાર નિરાશ થયો છે અને આવી સ્થિતિમાં તેની ટી-20 વર્લ્ડ કપમાં જવાની આશા હવે ખતમ થતી જોવા મળી રહી છે. ધવને આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે 13 ઇનિંગ્સમાં 421 રન બનાવ્યા હતા. જોકે તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 122 છે.

4 / 6
રાહુલ ત્રિપાઠી: તાજેતરના સમયમાં કેટલાક નવા ખેલાડીઓ ટીમમાં પ્રવેશ્યા છે, ત્યારે રાહુલ ત્રિપાઠીને સતત રાહ જોવી પડી રહી છે. ફરી એકવાર તેણે એક મહાન કામ કર્યું. 31 વર્ષીય બેટ્સમેને 14 ઇનિંગ્સમાં 37ની એવરેજ અને લગભગ 158ના જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 413 રન બનાવ્યા હતા. તે મધ્ય ઓવરોમાં પણ રનની ગતિ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.

5 / 6
મોહસીન ખાનઃ બોલરોમાં ઉમરાન મલિક બાદ સૌથી વધુ ચર્ચા ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસીન ખાનની થઈ હતી. ઉત્તર પ્રદેશના આ ઉભરતા ઝડપી બોલરે લખનઉ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું અને 8 મેચમાં 13 વિકેટ લઈને ટીમને પ્લેઓફમાં પહોંચાડી. ખાસ વાત એ છે કે મોહસીનની ઈકોનોમી પણ માત્ર 5.93 રન પ્રતિ ઓવર છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">