7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ રીત ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ

16 Oct 2024

Pic credit - getty Image

એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગંદા ભાગ પર લગાવો અને મુલાયમ કપડાં કે ટુથબ્રશથી ધીમે-ધીમે રગડીને સાફ કરો. આને ભીના કપડાંથી લુછી લો. ધ્યાન રાખો કે આ પેસ્ટ ચાર્જરની અંદર ના જાય.

બેકિંગ સોડા પાણીની પેસ્ટ

 થોડીક સફેદ ટુથપેસ્ટ લઈને ચાર્જરના ગંદા ભાગ પર લગાવો. તેમને હલકા હાથેથી સાફ કરો. તેના પછી ભીના કપડાંથી તેને સાફ કરો.

ટુથપેસ્ટ

 એક રુ નું પૂંમડું અથવા કપડાંના ટુકડાને રબિંગ આલ્કોહોલમાં ભીનું કરીને તેનાથી ચાર્જરનો વાયર સાફ કરવો. તે ડાઘ જલદીથી દૂર કરે છે અને જલદી સુકાય જાય છે.

રબિંગ આલ્કોહોલ

તમે સ્કૂલમાં ઉપયોગ કરતાં તે સામાન્ય રબરનો ઉપયોગ પણ કરી શકો છો. ગંદા ભાગ પર રબરને ધીરે-ધીરે ઘસવાથી તેના પર જામેલી ધૂળ રબરમાં ચોંટી જાય છે અને ચાર્જર એકદમ ચોખ્ખું થઈ જાય છે.

ઈરેઝરનો ઉપયોગ

એક મુલાયમ માઈક્રોફાઈબર કાપડને હુંફાળા પાણીમાં પલાળીને પણ તમે ચાર્જરને સાફ કરી શકો છો. માઈક્રોફાઈબર કાપડ નાના નાના ધૂળના કણોને પોતાની પકડમાં લઈ લે છે.

માઈક્રોફાઈબર કાપડ અને પાણી

જો તમને ઉપરના માંથી કંઈ જ ના મળે તો તમે હેન્ડ સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો. જે ગંદકી અને બેક્ટેરિયાને હટાવવામાં મદદ કરે છે.

સેનેટાઈઝરનો ઉપયોગ

માઈલ્ડ ડિશ શોપના અમુક ટીપાં પાણીમાં ભેળવીને મુલાયમ કપડાં કે સ્પંઝ થી ગંદા ભાગને સાફ કરો તો ચાર્જર એકદમ નવા જેવું જ ચમકવા લાગશે. પછી સુકા કપડાંથી સાફ કરી લેવું. 

ડિશ સોપ અને પાણી

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો