CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ, જાણો શું છે ખાસિયત, જુઓ Video
રાજ્ય સરકારે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી - 2024ને લોન્ચ કરી છે. નવી ટેક્સટાઈલ પોલીસીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી છે. વર્ષ 2019માં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલીસીની જાહેરાત કરી હતી. જૂની ટેક્સટાઈલ પોલીસી લેપ્સ થતા નવી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી – 2024ને લોન્ચ કરી છે. નવી ટેક્સટાઈલ પોલીસીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી છે. વર્ષ 2019માં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલીસીની જાહેરાત કરી હતી. જૂની ટેક્સટાઈલ પોલીસી લેપ્સ થતા નવી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. પોલિસીની જાહેરાત બાદ મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યુ કે સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગના દરેત સેગમેન્ટનું વિશ્લેષણ કર્યું છે. ટેક્સટાઈલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના આશય સાથે નવી પોલિસી જાહેર કરી છે. રોજગારીની તકો વધે, મહિલા સશક્તિકરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 31 ડિસેમ્બર-2023એ જૂની ટેક્સટાઈલ પોલિસી લેપ્સ થઈ ગઈ હતી.
2019ની ટેક્સટાઈલ પોલિસીમાં શું હતું?
2019ની પોલિસીમાં કેપિટલ સબસિડીની જોગવાઈ ન હતી. વ્યાજ પર અને પાવર પર સબસિડી આપવામાં આવી હતી. 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી આપી હતી. પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુના એક્સાપન્શન પર જ સબસિડી આપવામાં આવતી હતી. એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે 1 લાખ સુધીની સબસિડી. જ્યારે નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવતી હતી.
2012ની ટેક્સટાઈલ પોલિસીમાં શું હતું?
2012ની ટેક્સટાઈલ પોલિસીમાં ટેક્નિકલ ટેક્સટાઈલ માટે 6 ટકા સબસિડી આપવામાં આવી હતી. સ્પિનિંગ માટે લોન સામે 7 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી. કોટન ઈન્ડસ્ટ્રીને હયાત બિલમાં યુનિટ દીઠ 1 રૂ.ની સબસિડી આપવામાં આવી હતી. પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુના એક્સપાન્સન પર સબસિડી આપવામાં આવતી હતી. એનર્જી, વોટર ઓડિટ માટે 20 ટકા લેખે 50 હજાર સુધીની સબસિડીની જોગવાઈ હતી. મોટી મશીનરી સાથે ખરીદાતી નાની મશીનરીમાં સબસિડી ન હતી.