કાયદાનો અભ્યાસ, ચૂંટણીમાં હાર, ગર્લફ્રેન્ડની હત્યા…જાણો લોરેન્સ બિશ્નોઈ કેવી રીતે બન્યો ગેંગસ્ટર

લોરેન્સ બિશ્નોઈ હવે અંડરવર્લ્ડની દુનિયામાં એક મોટું ઉભરતું નામ બની ગયું છે. જે કેટલાક વર્ષોથી હાઈપ્રોફાઈલ હત્યાઓમાં સામેલ છે. તાજેતરમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી, તેની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. ત્યારે આ લેખમાં લોરેન્સ બિશ્નોઈ એક વિધાર્થી નેતાથી કેવી રીતે ગેંગસ્ટર બન્યો તેના વિશે જાણીશું.

કાયદાનો અભ્યાસ, ચૂંટણીમાં હાર, ગર્લફ્રેન્ડની હત્યા...જાણો લોરેન્સ બિશ્નોઈ કેવી રીતે બન્યો ગેંગસ્ટર
Lawrence Bishnoi
Follow Us:
| Updated on: Oct 16, 2024 | 2:45 PM

મહારાષ્ટ્રના રાજકારણનો મહત્વનો ચહેરો એવા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીએ માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રભુત્વ જમાવ્યું હતું. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.

લોરેન્સ બિશ્નોઈ હવે અંડરવર્લ્ડની દુનિયામાં એક મોટું ઉભરતું નામ બની ગયું છે. જે કેટલાક વર્ષોથી હાઈપ્રોફાઈલ હત્યાઓમાં સામેલ છે. નવાઈની વાત એ છે કે આ હત્યાઓ પાછળનું કાવતરું જેલમાં જ ઘડવામાં આવે છે. સોપારી માટે શૂટરોને રાખવામાં આવે છે અને ગુનાને અંજામ આપવામાં આવે છે. બાબા સિદ્દીકીની હત્યાનું પ્લાનિંગ પણ જેલમાં જ થયું હતું. ત્યારે આ લેખમાં લોરેન્સ બિશ્નોઈ એક વિધાર્થી નેતાથી કેવી રીતે ગેંગસ્ટર બન્યો તેના વિશે જાણીશું.

લોરેન્સ બિશ્નોઈ કોણ છે ?

લોરેન્સનો જન્મ વર્ષ 1993માં પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાં થયો હતો. લોરેન્સના પિતા હેડ કોન્સ્ટેબલ હતા. તેઓ લોરેન્સને ભણાવીને IPS બનાવા માંગતા હતા. લોરેન્સની માતા મમતા બિશ્નોઈ એક ગૃહિણી છે. લોરેન્સનું સાચું નામ સતવિંદરસિંહ છે. લોરેન્સે તેના ગામમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. લોરેન્સના પિતાએ 1992માં હરિયાણા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ 5 વર્ષ પછી તેમણે નોકરી છોડી દીધી અને પોતાના ગામમાં ખેતી કરવા લાગ્યા.

તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
ક્રિકેટના મેદાનમાં જ મહિલાને દિલ દઈ બેઠો હતો આ ભારતીય ક્રિકેટર
Jioનું સૌથી સસ્તું રિચાર્જ 1 કે 2 નહીં પણ 3 મહિના સુધી ચાલશે
Turmeric Milk With Jaggery : દૂધમાં હળદર અને ગોળ નાખીને પીવાના 7 ગજબ ફાયદા
આ જગ્યાએથી શરૂ થશે દુનિયાનો વિનાશ ! જાણો શું કહે છે બાબા વેંગાની ભવિષ્યવાણી
આ એક વસ્તુ દાંતમાં ઘસવાથી, 100 વર્ષ સુધી દાંત રહેશે મજબૂત, જુઓ Video

પંજાબ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ

લોરેન્સ બિશ્નોઈએ પંજાબના અબોહરથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો અને વધુ અભ્યાસ માટે 2010માં ચંદીગઢ ગયો. વર્ષ 2011માં લોરેન્સે ચંદીગઢની ડીએવી કોલેજમાં એડમિશન લીધું અને ત્યાં વિદ્યાર્થી સંઘમાં રાજકારણ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ લોરેન્સે કાયદાનો અભ્યાસ કરવા માટે પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. લોરેન્સ અહીં પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ બન્યો. કાયદાના અભ્યાસ દરમિયાન બિશ્નોઈનું કદ વધવા લાગ્યું.

વિદ્યાર્થી નેતાથી ક્રાઈમની દુનિયામાં એન્ટ્રી

2008માં લોરેન્સનો મિત્ર રોબિન બ્રાર પંજાબ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો. તેથી તેની સામે ઉભેલા ઉમેદવારને ધમકાવવા માટે લોરેન્સે તેના મિત્રની લાયસન્સવાળી રિવોલ્વર વડે તેને ગોળી મારી હતી. પોલીસે લોરેન્સ અને તેના મિત્રો સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો. આ કારણે લોરેન્સને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. રોબિન જેલમાં રહેવાને કારણે ચૂંટણી હારી ગયો. જેલમાંથી બહાર આવ્યા પછી, લોરેન્સે વિજેતા ઉમેદવારના ભાઈ પર ગોળી મારી હતી અને તેની સામે હત્યાના પ્રયાસનો બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. જેલમાં રહીને તે ઘણા ગુનેગારોને મળ્યો અને અહીંથી જ તેણે ક્રાઈમની દુનિયામાં પ્રવેશ કર્યો.

પ્રથમ મર્ડર

જેલમાંથી બહાર આવ્યા બાદ લોરેન્સ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયો. 2010માં તે કોલેજના પ્રમુખ પદ માટે ચૂંટણી લડ્યો હતો, પરંતુ હારી ગયો હતો. આ હારનો બદલો લેવા માટે લોરેન્સ અને તેના મિત્રોએ વિજેતા ઉમેદવારના હાથ-પગ ભાગી નાખ્યા. ઘણા દિવસો સુધી તેને જેલમાં રહેવું પડ્યું.

જામીન પર છૂટ્યા પછી, તેણે વિદ્યાર્થી રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને 2011માં પ્રમુખ પદ માટે ચૂંટણી જીતી. કોલેજમાં અભ્યાસ કરતી વખતે લોરેન્સ ગોલ્ડી બ્રારને મળ્યો હતો. ગોલ્ડી બ્રાર પણ NIAના વોન્ટેડ લિસ્ટમાં છે. 2012માં સ્નાતક થયા બાદ પણ તેણે વિદ્યાર્થી રાજકારણમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તેની ગેંગ વધી રહી હતી. લોરેન્સની ગેંગના લોકો કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉમેદવાર બનતા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે લોરેન્સના ઉમેદવાર 2013માં મુક્તસરની સરકારી કોલેજની ચૂંટણીમાં હારી ગયા હતા, ત્યારે તેણે વિજેતા ઉમેદવારની હત્યા કરી હતી. આ પછી તેણે લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેના મિત્રના પિતરાઈ ભાઈની સામે ઊભેલા ઉમેદવારને પણ ગોળી મારી દીધી હતી.

આ રીતે ફેલાયું ક્રાઈમનું સામ્રાજ્ય

2013માં લુધિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ લાંબા સમય સુધી જયપુરમાં તેના મિત્રના ઘરે છુપાઈને રહેતો હતો. અહીં તેણે દારૂના ધંધામાં પોતાનું નસીબ અજમાવ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર, જયપુરમાં તેણે હરિયાણાના દારૂના વેપારીના બિઝનેસમાં પૈસા રોક્યા હતા. થોડા મહિનાઓ પછી લોરેન્સના પિતરાઈ ભાઈ અમનદીપની ચાર લોકોએ મળીને હત્યા કરી હતી. અમનદીપ પણ દારૂનો ધંધો કરતો હતો, જેના ધંધામાં લોરેન્સે પૈસા રોક્યા હતા. કહેવાય છે કે બે વર્ષ સુધી લોરેન્સે અમનદીપની હત્યામાં સામેલ તમામ લોકોનો પીછો કર્યો અને હિટ લિસ્ટ બનાવ્યું.

2014માં તેની ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે જ વર્ષે જ્યારે તેને કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. 2016માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. લોરેન્સ જેલમાં હતો, પરંતુ તેનું ગુનાનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું હતું. તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ પણ હવે ગેંગનું સંચાલન કરે છે. તેનું કામ રાજસ્થાનમાં બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ વધારવાનું છે. આ વર્ષે એપ્રિલમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું. આની જવાબદારી અનમોલ બિશ્નોઈએ લીધી હતી.

લોરેન્સ જેલમાં બંધ છતાં કેવી રીતે વસ્તરી રહી છે બિશ્નોઈ ગેંગ ?

લોરેન્સ બિશ્નોઈ 2016થી જેલમાં છે, પરંતુ તેમ છતાં તેની ગેંગ વસ્તરી રહી છે. લોરેન્સ બિશ્નોઈની કામ કરવાની રીત પણ અલગ છે. તે જેલમાં હોય ત્યારે ગુનેગારોને મળે છે, તેની ગેંગમાં જોડે છે અને જ્યારે તે બહાર આવે છે, ત્યારે તે તેની યોજનાઓને અંજામ આપે છે. જેલમાં રહીને લોરેન્સે ગુનેગારોની ગેંગ બનાવી છે. મુક્ત થયા બાદ તે હથિયારોના ડીલરો અને સ્થાનિક માફિયાઓ સાથે મળીને ગુના આચરે છે.

NIAની ચાર્જશીટ મુજબ લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 એકલા પંજાબમાં છે. NIAના જણાવ્યા અનુસાર, એક સમયે બિશ્નોઈ ગેંગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી, પરંતુ ગોલ્ડી બ્રારની મદદથી હવે તે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. બિશ્નોઈ ગેંગ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં છે.

લોરેન્સ સામે નોંધાયેલા ગુના અને આરોપો

જૂન 2022માં જાહેર કરવામાં આવેલા ગુનાહિત ડોઝિયર અનુસાર, 12 વર્ષમાં લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ 36 ફોજદારી કેસ નોંધાયા હતા. આ કેસ પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં નોંધાયા હતા. 36માંથી 21 કેસમાં હજુ સુનાવણી ચાલી રહી છે જ્યારે 9 કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બિશ્નોઈને 6 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર લાગેલા મોટા આરોપોની વાત કરીએ, તો 2018માં તેના પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ પંજાબના માનસામાં 29 મે, 2022ના રોજ પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપ લાગ્યો હતો. જયપુરમાં 5 ડિસેમ્બર, 2023ના રોજ કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો આરોપ પણ છે. તો 14 એપ્રિલ, 2024ના રોજ સવારે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનો આરોપ છે. આ ઉપરાંત મુંબઈમાં 12 ઓક્ટોબર 2024ના રોજ NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનો આરોપ પણ છે.

ગર્લફ્રેન્ડની હત્યાનો બદલો લેવા ગેંગસ્ટર બન્યો…એક આ પણ થિયરી છે

એવું પણ કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈના ગેંગસ્ટર બનવા પાછળ તેની ગર્લફ્રેન્ડની હત્યા પણ જવાબદાર છે. તે અબોહરની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, તે સમયે તેની એક મિત્ર હતી, તે બંને ચંદીગઢની DAV સ્કૂલમાં 12મા ધોરણમાં પણ સાથે હતા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ ચૂંટણી હાર્યા બાદ ગેંગ વોરમાં તેની ગર્લફ્રેન્ડની હત્યા કરવામાં આવી હતી, જેનો બદલો લેવા તે સંપૂર્ણપણે ક્રાઈમની દુનિયામાં કૂદી પડ્યો હતો.

અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
g clip-path="url(#clip0_868_265)">