પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ

15 Oct, 2024

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે પાકિસ્તાન પહોંચ્યા હતા.

ઈસ્લામાબાદના નૂર ખાન એરપોર્ટ પર પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની 23મી સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

પરંપરાગત ડ્રેસ પહેરેલા બાળકોએ જયશંકરને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો. તેમજ બાળકોએ તસવીરો પણ ક્લિક કરી હતી.

આ સમયગાળા દરમિયાન ભારતના વિદેશ મંત્રીનો સ્વેગ જોવા મળ્યો હતો. તેમણે ખિસ્સામાંથી ચશ્મા કાઢ્યા અને પહેર્યા.

 15 અને 16 ઓક્ટોબરે પાકિસ્તાન SCOની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

9 વર્ષમાં કોઈ ભારતીય વિદેશ મંત્રીની આ  પહેલી પાકિસ્તાન મુલાકાત છે.

આ પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2015માં ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી.