Breaking News : વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું, 15 સિક્સ સાથે ઈંગ્લેન્ડમાં તુટ્યો 34 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશી જ્યારથી ક્રિકેટમાં આવ્યો ત્યારથી છવાય ગયો છે. આ વખતે તેનું નામ ઈતિહાસના પન્નામાં નોંઘાયું છે. તે 34 વર્ષ પહેલા એટલે કે 1991માં બનેલા વિશ્વ રેકોર્ડ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ કે 14 વર્ષનો વૈભવ તે મહાન રેકોર્ડનો સાક્ષી કેવી રીતે બન્યો.

વૈભવ સૂર્યવંશીએ ફરી એક વખત ક્રિકેટના પન્નામાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વખતે 34 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. વૈભવ સૂર્યવંશીની ઉંમર હજુ 14 વર્ષ છે, આ રેકોર્ડ તેનો જન્મ વર્ષ 2011માં થયો હતો તે પહેલાનો છે. 1991માં બનેલો આ રેકોર્ડ હવે તુટી ગયો છે.

હવે તમે વિચારતા હશો કે, આ વર્લ્ડ રેકોર્ડ શું છે? તો આજે અમે વાત કરી રહ્યા છીએ એ વર્લ્ડ રેકોર્ડની જે એક યુથ ટેસ્ટમાં સૌથી વધારે બનેલા કુલ રનની છે. ભારતની U19 ટીમ હાલમાં મેન્સ સીનિયર અને મહિલા ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. વૈભવ સૂર્યવંશી એ ટીમનો ભાગ છે. ઈંગ્લેન્ડની U19ની ટીમ વિરુદ્ધ પોતાની શરુઆત ભારતીય ટીમે વનડે સીરિઝથી કરી હતી. 5 વનડે સીરિઝમાં ભારતની અંડર 19 ટીમે 3-2થી જીતી લીધી છે. જેમાં 143 રનની તોફાની ઈનિગ્સ સાથે વૈભવ સૂર્યવંશીએ સૌથી વધારે રન બનાવ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ વચ્ચે હવે 2 ટેસ્ટ સીરિઝ રમાય રહી છે. જેની પહેલી મેચ 15 જુલાઈના રોજ બેકેનહમાં રમાય હતી. આ મેચ ડ્રો રહી પરંતુ જેટલા રન બન્યા તેનાથી 34 વર્ષનો વર્લ્ડ રેકોર્ડ તુટી ગયો હતો. વૈભવ સૂર્યવંશી પણ આનો સાક્ષી બન્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ વચ્ચે બેકનહમમાં રમાયેલી પહેલી યુથ ટેસ્ટમાં બંન્ને ટીમ મળીને 15 સિક્સ સાથે કુલ 149 રન બનાવ્યા છે. જે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. જેમાં ભારતની અંડર 19 ટીમ બંન્ને ઈનિગ્સને મળીને 10 સિક્સ સાથે 748 રન બનાવ્યા તો ઈંગ્લેન્ડ તરફથી 5 સિક્સની સાથે 709 રન બનાવ્યા છે. ભારતના 748 રનમાં વૈભવ સૂર્યવંશીનું યોગદાન 70 રનનું રહ્યું છે. જે 12 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી બનાવ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડની અંડર 19 ટીમોએ એક યુથ ટેસ્ટમાં 1497 રન બનાવી 34 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.

તે 1991માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ ચેલ્મફોર્ડમાં બનાવ્યો હતો. ત્યારે બંન્ને ટીમો મળીને 1430 રન બનાવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ઇંગ્લેન્ડની અંડર 19 ટીમ યુવા ટેસ્ટમાં સૌથી વધુ કુલ રન ધરાવતી ટોચની 5 મેચોમાંથી દરેકનો ભાગ છે.
નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
