AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: હરમનપ્રીત કૌર સહિત 5 સ્ટાર ખેલાડીઓનો આ અંતિમ T20 વર્લ્ડ કપ હશે!

મહિલા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું, જેઓ માટે આ અંતિમ વર્લ્ડ કપ સાબિત થઈ શકે છે. શક્ય છે કે આવા ખેલાડીઓની સંખ્યા વધુ હોય શકે. આ 5માંથી 3 એવા છે જેઓ અત્યાર સુધી મહિલા T20 વર્લ્ડ કપની તમામ આવૃત્તિમાં રમી ચૂકી છે.

| Updated on: Sep 25, 2024 | 4:32 PM
Share
હરમનપ્રીત કૌર (ભારત): આ વખતે મહિલા T20 વર્લ્ડ કપ જે ખેલાડીઓ માટે છેલ્લો હોઈ શકે છે તેમાં પહેલું નામ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું છે. 35 વર્ષની થઈ ગયેલી હરમનપ્રીત કૌર અત્યાર સુધી મહિલા T20 વર્લ્ડ કપની તમામ એડિશન રમી ચૂકી છે. શક્ય છે કે આ વખતે થઈ રહેલી ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ તેના માટે છેલ્લી હોઈ શકે.

1 / 5
સ્ટેફની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ): 2016માં સ્ટેફની ટેલરની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડિઝે મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો હતો. સ્ટેફની ટેલર સફેદ બોલ ક્રિકેટમાં માત્ર વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમનો મોટો ચહેરો નથી પરંતુ તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંની એક છે. પરંતુ, શક્ય છે કે આ વખતે ટેલર પોતાનો છેલ્લો T20 વર્લ્ડ કપ રમતી જોવા મળે.

2 / 5
સોફી ડિવાઈન (ન્યુઝીલેન્ડ): 35 વર્ષની સોફી ડિવાઈન પણ તે ખેલાડીઓમાં સામેલ છે જે 2009થી અત્યાર સુધી મહિલા T20 વર્લ્ડ કપની તમામ 9 એડિશન રમતી જોવા મળશે. તે ન્યુઝીલેન્ડની કેપ્ટન રહેશે. પરંતુ, આ ટૂર્નામેન્ટ પછી, સોફીએ સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે, જે એક સંકેત છે કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હોઈ શકે છે.

3 / 5
સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ): સુઝી બેટ્સ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સોફી ડિવાઈનની જેમ સુઝીએ પણ મહિલા T20 વર્લ્ડ કપની તમામ 9 આવૃત્તિઓ રમી છે. આગામી T20 વર્લ્ડ કપ સુધીમાં બેટ્સ 39 વર્ષની થઈ જશે. અને આવી સ્થિતિમાં, ટૂર્નામેન્ટની વર્તમાન આવૃત્તિ તેમના માટે છેલ્લી હોઈ શકે છે.

4 / 5
એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા): ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીની ગણતરી મહિલા ક્રિકેટરોમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે થાય છે. આ ગેમ સાથે સંબંધિત દરેક ટાઈટલ તેના નામે છે. 33 વર્ષીય પેરી માટે બેટિંગ કોઈ સમસ્યા નથી, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે બોલિંગ કરવાનું ટાળતી જોવા મળી છે. હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં તેણે એક પણ ઓવર નાંખી ન હતી. જો ઈજા એલિસ પેરી માટે અડચણ બની જાય છે, તો શક્ય છે કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ હોઈ શકે. (All Photo Credit : ICC)

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">