IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ ICC રેન્કિંગમાં શુભમન ગિલને થયું નુકસાન, જો રૂટ બન્યો નંબર-1 બેટ્સમેન
ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં જો રૂટે પોતાના જ દેશના હેરી બ્રુકને હટાવીને નંબર વન સ્થાન મેળવ્યું છે. જ્યારે ભારતના કેપ્ટન શુભમન ગિલ, વાઈસ કેપ્ટન રિષભ પંત અને ઓપનર યશસ્વી જયસ્વાલને રેન્કિંગમાં નુકસાન થયું છે. ત્રણેય ભારતીય બેટ્સમેનો લોર્ડ્સ ટેસ્ટમાં ફ્લોપ રહ્યા હતા.

ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ ICC ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી નંબર વન બેટ્સમેન બન્યો છે. તેણે પોતાના જ દેશના હેરી બ્રુકને હટાવીને નંબર વન સ્થાન મેળવ્યું છે.

જો રૂટનો રેન્કિંગમાં સુધારો ભારત સામે લોર્ડ્સ ટેસ્ટમાં તેના સારા પ્રદર્શનનું પરિણામ છે. લોર્ડ્સમાં રૂટે બંને ઈનિંગ્સમાં મળીને 144 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં તેણે 104 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં રૂટ 40 રન બનાવીને આઉટ થયો હતો.

હેરી બ્રુક લોર્ડ્સ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે બંને ઈનિંગ્સમાં મળીને ફક્ત 34 રન બનાવ્યા. તેણે પ્રથમ ઈનિંગમાં 11 રન અને બીજી ઈનિંગમાં 23 રન બનાવ્યા હતા. જેના કારણે તેણે રેન્કિંગમાં નુકસાન થયું છે.

ભારતના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની સ્થિતિ પણ ICCના નવા ટેસ્ટ રેન્કિંગમાં બહુ સારી નથી. યશસ્વી જયસ્વાલ ટોપ 5માંથી બહાર થવાની કગાર પર છે, જ્યારે શુભમન ગિલ ટોપ 10માંથી બહાર થવાનો ખતરો છે.

નવા ટેસ્ટ રેન્કિંગમાં, સ્ટીવ સ્મિથે યશસ્વી જયસ્વાલને પાંચમા સ્થાને ધકેલી દીધો છે અને નંબર 4નું સ્થાન મેળવ્યું છે. શુભમન ગિલ 3 સ્થાન નીચે ઉતરીને નવમા સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંતે પણ નવા રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. તે હવે સાતથી આઠમા સ્થાને પહોંચી ગયો છે. (All Photo Credit : PTI / GETTY)
લોર્ડ્સમાં હાર બાદ શુભમન યશસ્વી અને પંતની રેન્કિંગમાં નુકસાન થયું છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
