આઈપીએલની હરાજી પહેલા આ ગુજ્જુ બોલર થયો ક્લીન બોલ્ડ, સગાઈની તસવીરો થઈ વાયરલ
IPL ઓક્શન 2024 19 ડિસેમ્બરે યોજાવાની છે. પ્રથમ વખત આઈપીએલની હરાજી દેશની બહાર યોજાઈ રહી છે. ખરેખર, દુબઈ IPLની હરાજીનું આયોજન કરશે. આ હરાજી પહેલા ગુજ્જુ બોલરે મોટી ખુશખબરી આપી છે.

દિલ્હી કેપિટલ્સના પૂર્વ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ આઈપીએલની હરાજી પહેલા સગાઈ કરી છે. ચેતન સાકરિયાની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચેતન સાકરિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે પોતાના પાર્ટનર સાથે જોવા મળી રહી છે.

ચેતને ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, એકસાથે શ્રેષ્ઠ પગલુ ભરતા, અમે કાયમ માટે સાથે રહેવાનો નિર્ણય લીધો છે.

ચેતન સાકરિયાની સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, તેના લાઈફ પાર્ટનર કોણ છે તેની જાણકારી મળી નથી.

IPL ઓક્શન 2021માં દિલ્હી કેપિટલ્સે મોટી રકમ ખર્ચીને ચેતન સાકરિયાને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. તે હરાજીમાં દિલ્હી કેપિટલ્સે આ ઝડપી બોલર પર 4.2 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અગાઉ ચેતન સાકરિયા IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે.

ચેતન સાકરિયા IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો, પરંતુ તાજેતરમાં જ દિલ્હી કેપિટલ્સે આ ફાસ્ટ બોલરને રિલીઝ કર્યો હતો. ચેતન સાકરિયા IPL 2024ની હરાજીમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ચેતન સાકરિયા પર આઈપીએલની હરાજીમાં પૈસાનો વરસાદ થઈ શકે છે.