રાજ્યભરની 40,000 પ્રિ-પ્રાયમરી શાળાઓનાં સંચાલકોએ નવા નિયમો સામે ચડાવી બાંયો, રાજ્યવ્યાપી બંધ પાળી નોંધાવ્યો વિરોધ- Video

રાજ્યભરમાં ચાલી રહેલી 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલ માટે સરકારે એક નવા કડક નિયમોનું લિસ્ટ બહાર પાડ્યું છે એની સાથે જ તેનો વિરોધ શરૂ થયો છે. ગુજરાતભરની પ્રિ-સ્કૂલના સંચાલકોએ તેનો વિરોધ કર્યો છે. પણ એનું કારણ શું છે ? શું સંચાલકોની માગ યોગ્ય છે ખરી ?

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 03, 2024 | 9:53 PM

આજે રાજ્યભરની ખાનગી પ્રિ-પ્રાયમરી શાળાઓનાં સંચાલકોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો. પ્રિ-પ્રાયમરી શાળાઓ અંગે બનેલા નિયમના વિરોધમાં અને અલગ અલગ ત્રણ જેટલી માગ ન સંતોષાતા રાજ્યવ્યાપિ બંધ પાળ્યો હતો. નવા નિયમ મુજબ પ્રિ-સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી. જો કે સંચાલકોની માગ છે કે ભાડા કરારની સમયમર્યાદા 11 મહિના જ રાખવામાં આવે. BU પરમિશનવાળી જગ્યા અને સ્ટકચર સર્ટિફિકેટ અંગે પણ રજૂઆત કરાઇ હતી..વારંવારની રજૂઆતો બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાતા વિરોધ ઉગ્ર બન્યો છે. અમદાવાદ અને રાજકોટમાં પ્રિ-સ્કુલ ચંચાલકો સજ્જડ બંધ પાળ્યો. મોરબી અને ભરૂચનાં અંકલેશ્વરમાં કાર્યરત પ્રિ-સ્કૂલના સંચાલકોએ હડતાલ પાડી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકોએ સરકાર સામે ચડાવી બાંયો

જે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરવા વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રી-સ્કૂલ સંચાલકો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા. આ દેખાવની વિશેષતા એ હતી કે એમાં મોટાભાગની મહિલા પ્રિ-સ્કૂલ સંચાલકો જોવા મળી. કેમકે રાજ્યની મોટા ભાગની પ્રી-સ્કૂલ મહિલા સંચાલિત છે. મહિલાઓનું કહેવું છે કે સ્ત્રી સશક્તિકરણના આ જમાનામાં સરકારના નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો મહિલાઓની રોજગારી છીનવાઈ જશે. રાજ્ય સરકાર દ્વારા જે નિયમ ઘડવામાં આવ્યા છે તેમાં…

  • જે જગ્યા પર પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની હોય એ જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત
  • જે જગ્યા પર આ પ્રિ-સ્કૂલ ચાલતી હોય તેનો 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત
  • ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને રજૂઆત

મોટાભાગના પ્રિ-સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે એસોસિયેશન દ્વારા 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ શક્ય નથી, તો પછી શું બદલાવ સંચાલકો ઈચ્છે છે ? રાજ્ય સરકારે પોલીસી બનાવી છે તેમાં બાળકોની સુરક્ષાનો મુદ્દો પણ મહત્વનો છે..પરંતુ સંચાલકોનું કહેવું છે કે તેઓ સુરક્ષા મુદ્દે કોઈ જ બાંધછોડ કરતા નથી. પ્રિ-સ્કૂલ સંચાલકોનું એવું પણ કહેવું છે કે સરકારે નવા નિયમો ઘડ્યા છે પરંતુ નિયમોમાં પણ સ્પષ્ટતા નથી. પ્રિ સ્કૂલ સંચાલકોની એવી પણ દલીલ છે કે તેમનું એટલું મોટું ટર્નઓવર પણ હોતું નથી કે રાજ્ય સરકારના તમામ નિયમોની માગ પૂર્ણ થઈ શકે, તેથી જ તેમણે સાથે મળીને એક દિવસ પ્રિ-સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને સરકારને તેઓ રજૂઆત કરી રહ્યા છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">