IPL ઓક્શનમાં અનસોલ્ડ રહેલા ગુજરાતના ઉર્વીલ પટેલે બે સદી ફટકારી તમામ ફ્રેન્ચાઈઝીના ચહેરા પર માર્યો તમાચો
IPL 2025ના મેગા ઓક્શનમાં કોઈ કિંમત ન મેળવી શકનારા ગુજરાતના બેટ્રસમેન ઉર્વીલ પટેલે પસંદગીકારો અને IPL ફ્રેન્ચાઈઝીના ચહેરા પર તમાચો માર્યો હોય તેવી સિદ્ધી મેળવી છે. ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પછી તેણે અત્યાર સુધીમાં બે સદી ફટકારી દીધી છે. ઉર્વીલે 27 કરોડમાં ખરીદાયેલા રિષભ પંતનો પણ રેકોર્ડ તોડી દીધો હતો. રિષભ પંતે 32 બોલમાં સદી ફટકારી હતી જ્યારે ઉર્વીલે માત્ર 28 બોલમાં સદી ફટકારી દીધી હતી.
આજે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડ વિરૂદ્ધ ઉર્વીલે ફરીથી પસંદગીકારોને વિચારતા કરી દીધા છે. હાલમાં રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉર્વીલે પહેલા 28 બોલમાં 100 રન કર્યા હતા ત્યાર બાદ આજે ઉત્તરાખંડ સામેની મેચમાં તેણે માત્ર 36 બોલમાં સદી ફટકારી દીધી છે. વિકેટ કિપર બેટ્સમેન એવા ઉર્વીલે છ ચોક્કા અને 10 છક્કાના સહારે 115 રન કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 41 બોલમાં 115 રનના કારણે ગુજરાતે ઉત્તરાખંડના 183 રનનો લક્ષ્યાંક માત્ર 14 ઓવરમાં પાર કરી દીધો હતો.
ગુજરાતના ઉર્વીલ પટેલે મચાવી ધમાલ
ઉર્વીલની રમતને કારણે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉર્વીલેની શાનદાર સદીના કારણે ગુજરાતે ગ્રુપ Bમાં તેનું સ્થાન મજબૂત કરી દીધું છે. ગુજરાતથી આગળ હવે માત્ર સૌરાષ્ટ્ર છે. તો ઉર્વીલના શાનદાર પ્રદર્શન બાદ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે દાવો કર્યો હતો કે જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બાદ IPLનું ઓક્શન થયું હોત તો ઉર્વીલને કોઈ ફ્રેન્ચાઈઝી ચોક્કસ પણે ખરીદ્યો હોત.
ઉર્વીલ IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો
આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પણ IPLના ઓક્શનમાં ઉર્વીલને કોઈ ખરીદનાર મળ્યું નહીં. 26 વર્ષના ઉર્વીલની IPLમાં 30 લાખની બેઝ પ્રાઈઝ હતી છતાં પણ તેને પોતાની ટીમમાં સમાવવા માટે કોઈ ફ્રેન્ચાઈઝીએ રસ લીધો ન હતો. જો કે 2023ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સે ને 20 લાખમાં ઉર્વીલને ખરીદ્યો હતો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો ન હતો. GCAના અનિલ પટેલના મત મુજબ ઉર્વીલના શાનદાર પ્રદર્શનને કારણે તેને હજી પણ IPLમાં તક મળી શકે છે. હાલમાં તે ગુજરાતના વડોદરા તરફથી રમી રહ્યો છે.
આ પણ વાંચો: આ ગુજ્જુ બેટ્સમેને એક અઠવાડિયાની અંદર બીજી સૌથી ઝડપી સદી ફટકારી મચાવી ધમાલ