WTC Final Scenario : બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો રહી, WTC પોઈન્ટ ટેબલમાં ભારત કયા સ્થાન પર છે જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ ડ્રો થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ બદલાઈ ગયું છે. પરંતુ ભારત કે ઓસ્ટ્રેલિયા બેમાંથી કોઈ પ્રથમ સ્થાને પહોંચી શક્યું નથી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે મેચને રોકવી પડે હતી. 5માં દિવસની રમત ન રમાતા મેચ ડ્રો રહી છે.

ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની રેસમાં પહોચવા માટે હવે ભારતે પોતાની બાકી રહેલી બંન્ને ટ્સ્ટમેચમાં જીત મેળવવી પડશે.

જો ભારત સીરિઝ 3-2થી જીતવામાં સફળ રહી તો આવી સ્થિતિમાં ફરી ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકાને ઓસ્ટ્રેલિયાની ટીમને ઓછામાં ઓછી એક ટેસ્ટમાં હરાવવી પડશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહેતા એવી ચર્ચા થઈ રહી છે કે, શું ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તો તમને જણાવી દઈએ કે, ભારત હજુ પણ રેસમાં છે. જો તેમણે છેલ્લી 2 ટેસ્ટ પોતાના નામે કરી લીધી તો કોઈ મુશ્કેલી વગર ફાઈનલમાં પહોંચી જશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો થવાથી સાઉથ આફ્રિકાને સૌથી વધુ ફાયદો થયો છે. કારણ કે ,આ ટીમ હજુ પણ નંબર વન પર યથાવત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ સ્થાને છે.

ભારતીય ટીમ ડબલ્યુટીસીની ફાઈનલમાં પહોચવાની શક્યતા રહેલી છે. આ સીરિઝ બાદ બાકી રહેલી 2 મેચ ખુબ મહત્વની રહેશે. કારણ કે, આ મેચ નક્કી કરશે કે, ભારત અને ઓસ્ટ્રેલિયામાં કઈ ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરે છે.
