AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેમિંગથી લઈને ઓફિસ વર્ક સુધી, તમારા માટે કયું કીબોર્ડ સાઈઝ બેસ્ટ?

કીબોર્ડ ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન નહીં પરંતુ તેનું સાઈઝ, લેઆઉટ અને સ્વિચ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ઓફિસ વર્ક અને ડેટા એન્ટ્રી માટે Full-Size કે 96% કોમ્પેક્ટ શ્રેષ્ઠ રહે છે, જ્યારે ગેમિંગ માટે TKL અને 60% લેઆઉટ ડેસ્ક પર માઉસ મુવમેન્ટ માટે વધુ જગ્યા આપે છે. તમારા કામ, ડેસ્ક સ્પેસ અને જરૂરિયાત મુજબ યોગ્ય કીબોર્ડ કેવી રીતે પસંદ કરવું? વાંચો સંપૂર્ણ ગાઇડ.

| Updated on: Sep 29, 2026 | 6:53 PM
Share
કીબોર્ડ ખરીદતી વખતે સામાન્ય રીતે આપણું ધ્યાન તેની ડિઝાઇન, કિંમત કે વધારાના ફીચર્સ પર જાય છે, પરંતુ તેનું સાઈઝ અને લેઆઉટ પણ એટલું જ મહત્વનું પરિબળ છે. દરેક કીબોર્ડમાં મૂળભૂત QWERTY લેઆઉટ જોવા મળે છે, પરંતુ કીઝની સંખ્યા અને તેની ગોઠવણી અલગ-અલગ હોઈ શકે છે.

1 / 9
અમુક કીબોર્ડ કદમાં મોટા હોય છે અને તેમાં નંબર પેડથી લઈને ફંક્શન કીઝ સુધી બધું જ એકસાથે મળે છે. જ્યારે નાના કીબોર્ડ ડેસ્ક પર ઓછી જગ્યા રોકે છે અને તેને સરળતાથી સાથે ક્યાંય પણ લઈ જઈ શકાય છે. તેથી યોગ્ય કીબોર્ડ પસંદ કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે તમે તેનો ઉપયોગ ગેમિંગ, ઓફિસ વર્ક, હેવી ટાઇપિંગ કે ટ્રાવેલિંગ માટે કરવાના છો. આવો અલગ-અલગ કીબોર્ડ સાઈઝ અને તેના ઉપયોગને સરળ ભાષામાં સમજીએ:

2 / 9
1. ફૂલ-સાઈઝ કીબોર્ડ (Full-Size Keyboard) ; ફૂલ-સાઈઝ કીબોર્ડમાં તમામ જરૂરી કીઝ એકસાથે ઉપલબ્ધ હોય છે. તેમાં આલ્ફાબેટ કીઝ ઉપરાંત ઉપર ફંક્શન રો (F1-F12), એરો કીઝ અને અલગ નંબર પેડ (Numpad) પણ હોય છે. સામાન્ય રીતે તેમાં 104 થી 108 કીઝ જોવા મળે છે. કોના માટે યોગ્ય: આ કીબોર્ડ એવા લોકો માટે ઉત્તમ છે જેઓ ઓફિસ વર્ક, ડેટા એન્ટ્રી કે એકાઉન્ટિંગનું કામ કરે છે અને નંબર પેડનો સતત ઉપયોગ કરે છે. જોકે, મોટા કદના કારણે તે ડેસ્ક પર વધુ જગ્યા રોકે છે.

3 / 9
2. 1800 અને 96% કોમ્પેક્ટ કીબોર્ડ (Compact Layout): જો તમને ફૂલ-સાઈઝ કીબોર્ડની તમામ કીઝ જોઈતી હોય પરંતુ ડેસ્ક પર જગ્યા બચાવવી હોય, તો 1800 અથવા 96% કોમ્પેક્ટ લેઆઉટ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસિયત: આમાં નંબર પેડ સહિત લગભગ તમામ કીઝ મોજૂદ રહે છે. ફર્ક માત્ર એટલો છે કે કીઝ વચ્ચેની ખાલી જગ્યા ઘટાડીને આખા લેઆઉટને સઘન (કોમ્પેક્ટ) બનાવવામાં આવે છે. એટલે કે નંબર પેડની સુવિધા પણ મળે છે અને ટેબલ પર જગ્યા પણ બચે છે.

4 / 9
3. TKL અને 75% કીબોર્ડ (Tenkeyless Keyboard): TKL એટલે કે Tenkeyless કીબોર્ડમાંથી જમણી બાજુનું અલગ નંબર પેડ હટાવી દેવામાં આવે છે. જોકે, ફંક્શન કીઝ અને એરો કીઝ પોતાની જગ્યાએ જળવાઈ રહે છે. તેમાં સામાન્ય રીતે આશરે 87 થી 88 કીઝ હોય છે. બીજી તરફ, 75% કીબોર્ડ TKL કરતાં પણ સહેજ નાનું અને વધુ કોમ્પેક્ટ હોય છે, જેમાં ફંક્શન અને એરો કીઝ એકબીજાની વધુ નજીક ગોઠવાયેલી હોય છે. કોના માટે યોગ્ય: ઓછી ડેસ્ક સ્પેસ હોય અને ગેમિંગ કે રોજિંદા ટાઇપિંગ માટે આરામદાયક સેટઅપ જોઈતું હોય તો આ લેઆઉટ ઉત્તમ છે.

5 / 9
4. 65% અને 60% કીબોર્ડ: 65% લેઆઉટમાં ઉપરની ફંક્શન રો હટાવી દેવામાં આવે છે, પરંતુ અલગ એરો કીઝ જાળવી રાખવામાં આવે છે. તેનાથી તેનું કદ ઘણું નાનું થઈ જાય છે છતાં નેવિગેશન સરળ રહે છે. તેનાથી આગળ 60% કીબોર્ડ વધુ કોમ્પેક્ટ બને છે. તેમાં નંબર પેડ, ફંક્શન રો અને અલગ એરો કીઝ હોતી નથી. તેના ઘણા ફંક્શન્સ શોર્ટકટ કી કોમ્બિનેશન (જેમ કે Fn કી સાથે) વડે ઓપરેટ થાય છે. કોના માટે યોગ્ય: મિનિમલિસ્ટ ડેસ્ક સેટઅપ, કોડિંગ અને મુસાફરી દરમિયાન સાથે રાખવા માટે આ નાના લેઆઉટ ખૂબ જ ઉપયોગી છે.

6 / 9
ફક્ત સાઈઝ નહીં, સ્વિચ પણ ચકાસો: મિકેનિકલ કીબોર્ડ ખરીદતી વખતે ફક્ત તેનું સાઈઝ જોવું પૂરતું નથી. તેમાં વપરાયેલી સ્વિચ તમારા ટાઇપિંગ અનુભવને સંપૂર્ણપણે બદલી નાખે છે: લીનિયર સ્વિચ (Linear Switch): આ સ્વિચ દબાવવામાં અત્યંત સ્મૂથ હોય છે અને તેમાં કી દબાવતી વખતે અવાજ (Click) આવતો નથી. ગેમર્સ આ સ્વિચ વધુ પસંદ કરે છે. ટેક્ટાઈલ સ્વિચ (Tactile Switch): કી દબાવતી વખતે આંગળી પર એક હળવો બમ્પ (ફીડબેક) અનુભવાય છે, જેથી કી પ્રેસ થઈ ગઈ હોવાની ખાતરી થાય છે. ટાઇપિંગ માટે આ સંતુલિત વિકલ્પ છે. ક્લિકી સ્વિચ (Clicky Switch): ટેક્ટાઈલ ફીડબેકની સાથોસાથ તેમાં સ્પષ્ટ 'ક્લિક' અવાજ આવે છે. જેમને ટાઇપિંગ વખતે ક્લાસિક અવાજ ગમતો હોય તેમના માટે આ યોગ્ય છે.

7 / 9
કયા કામ માટે કઈ સાઈઝ પસંદ કરશો?: ઓફિસ, એકાઉન્ટિંગ અને ડેટા એન્ટ્રી: Full-Size અથવા 1800 Compact શ્રેષ્ઠ રહેશે, કારણ કે નંબર પેડ વિના કામ ધીમું પડી શકે છે. ગેમિંગ: TKL, 75%, 65% કે 60% કીબોર્ડ ખૂબ લોકપ્રિય છે, કારણ કે તેનું નાનું કદ માઉસ ફેરવવા માટે ડેસ્ક પર પૂરતી ખુલ્લી જગ્યા આપે છે. મુસાફરી અને પોર્ટેબિલિટી: 60%, 50% કે 40% જેવા નાના લેઆઉટ લેપટોપ બેગમાં આસાનીથી સમાઈ જાય છે.

8 / 9
કીબોર્ડની ખરીદી કરતી વખતે માત્ર નાનું કે મોટું કદ જોઈને નિર્ણય લેવાને બદલે તમારી જરૂરિયાત, ડેસ્ક સ્પેસ અને સ્વિચ કઈ અનુકૂળ આવે છે તેને ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઈએ.

9 / 9

દિવાળી પર બાઇક ખરીદવાનું પ્લાનિંગ? આ છે ભારતની 5 સૌથી સસ્તી બાઇક, જુઓ માઇલેજ અને ફીચર્સ

Follow Us
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી

ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત

સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video

ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">