AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking : સુરતમાં બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ વિવાદમાં, રસોડામાં સડેલા બટાકા અને વાસી મશરૂમ મળતાં હોબાળો, ગ્રાહકોનો ભારે રોષ

Surat Breaking : સુરતમાં બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટ વિવાદમાં, રસોડામાં સડેલા બટાકા અને વાસી મશરૂમ મળતાં હોબાળો, ગ્રાહકોનો ભારે રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2026 | 5:16 PM
Share

સુરતના પોશ વિસ્તાર પાર્લે પોઈન્ટ સ્થિત જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ નેશન'માં ગ્રાહકોને સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. રસોડામાં કાળા પડી ગયેલા બટાકા અને દુર્ગંધ મારતા વાસી મશરૂમનો વીડિયો વાયરલ થતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે મનપાના આરોગ્ય વિભાગે તપાસની ખાતરી આપી છે.

સુરતના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી જાણીતી રેસ્ટોરન્ટ ‘બાર્બેક્યુ નેશન’ ગંભીર વિવાદમાં સપડાઈ છે. રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકોએ ત્યાં સડેલી અને વાસી ખાદ્યસામગ્રી પીરસવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ટેબલ પર પીરસાયેલા મશરૂમમાંથી અસહ્ય તીવ્ર દુર્ગંધ આવતાં ગ્રાહકોને શંકા ગઈ હતી.

ત્યારબાદ ગ્રાહકોએ સીધા રસોડામાં જઈને તપાસ કરતાં ત્યાં કાળા પડી ગયેલા બટાકા અને વાસી મશરૂમનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

રેસ્ટોરન્ટમાં ફૂડ ક્વોલિટી અને સેફ્ટીના ખુલ્લેઆમ ઉડતા ધજાગરા જોઈને ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ગ્રાહકોએ હોબાળો મચાવતાં કિચન સ્ટાફ રસોડું છોડીને ભાગી ગયો હોવાનો પણ આક્ષેપ થયો છે. આ ધમાસણ વચ્ચે અન્ય ટેબલો પર બેઠેલા ગ્રાહકો પણ પોતાનું ભોજન અધૂરું છોડીને નીકળી ગયા હતા.

બીજી તરફ, સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નથી મળી, પરંતુ વાયરલ વીડિયોને આધારે ટીમ મોકલીને રેસ્ટોરન્ટ સામે કડક તપાસ હાથ ધરાશે.

Breaking: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ, મહારાષ્ટ્રમાં લૉન્ચ થયો પહેલો સ્ટીલ બ્રિજ, 1,405 ટન વજન અને 100 મીટર લંબાઈ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">