Breaking News: 800 રૂપિયા ઈનામ માટે શાળાની રેસમાં ખુલ્લા પગે દોડી, હવે Asian Games 2026માં બે દિવસમાં બે મેડલ જીત્યા
Breaking News: સેનામાં જોડાવા દોડવાનું શરૂ કર્યું, હવે Asian Games 2026માં જીત્યો સતત બીજો સિલ્વર મેડલ

ભારતીય એથ્લીટ પારુલ ચૌધરીએ 2026 એશિયન ગેમ્સમાં બે મેડલ જીત્યા.

3000 મીટર સ્ટીપલચેઝમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, તેણીએ 5000 મીટર દોડમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો.

પારુલ ચૌધરીએ 15:14.61 મિનિટમાં 5000 મીટર રેસ પૂર્ણ કરી. તે માત્ર 1.46 સેકન્ડથી સિલ્વર મેડલ ચૂકી ગઈ.

જોકે, છેલ્લી એશિયન ગેમ્સની તુલનામાં પારુલ ચૌધરીનું પ્રદર્શન નબળું છે. પારુલે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

છેલ્લી એશિયન ગેમ્સમાં પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેઝમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી પારુલ ચૌધરી હાલ ઉત્તર પ્રદેશ પોલીસમાં DSP તરીકે ફરજ બજાવે છે.

પારુલ બાળપણમાં ખુલ્લા પગે દોડતી હતી. 2011 માં, પારુલ 800 રૂપિયાના ઇનામ માટે શાળાની રેસમાં ખુલ્લા પગે દોડી હતી અને રેસ જીતી પણ હતી.

પારુલ ચૌધરીને તેના ગામથી સ્ટેડિયમ સુધી ચાલીને અથવા તે સાયકલ ચલાવીને જવું પડતું હતું. આજે તેણીએ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. (PC:PTI)
Breaking News: સેનામાં જોડાવા દોડવાનું શરૂ કર્યું, હવે Asian Games 2026માં જીત્યો સતત બીજો સિલ્વર મેડલ
