Breaking News: Asian Games 2026માં ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યા, હવે મળશે 1.55 કરોડ રૂપિયા
વિથ્યા રામરાજે એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતીને કમાલ કર્યો. તેણીએ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. ત્રણ મેડલ જીતવા પર વિથ્યા રામરાજને ઈનામમાં 1.55 કરોડ રૂપિયા મળશે.

એશિયન ગેમ્સમાં તમિલનાડુની એથલીટ વિથ્યા રામરાજે એવું કંઈક હાંસલ કર્યું છે જેનું દરેક ખેલાડી સ્વપ્ન જુએ છે.

વિથ્યા રામરાજે એક જ એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતીને મેડલની હેટ્રિક હાંસલ કરી છે.

ખાસ વાત એ છે કે વિથ્યા રામરાજના આ ત્રણેય મેડલ અલગ-અલગ છે, એટલે કે તેણીએ એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

વિથ્યા રામરાજે એશિયન ગેમ્સ 2026માં 4x400 મીટર મહિલા રિલે રેસમાં ગોલ્ડ મેડલ, 4x400 મીટર મિક્સ રિલેમાં સિલ્વર મેડલ અને મહિલાઓની 400 મીટર હર્ડલ્સ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

હવે એક જ એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતનાર એથલીટ વિથ્યા રામરાજને તમિલનાડુ સરકાર 1.55 કરોડ રૂપિયાનું ઈનામ આપશે.

તમિલનાડુ સરકાર એથલીટને ગોલ્ડ માટે ₹75 લાખ, સિલ્વર માટે ₹50 લાખ અને બ્રોન્ઝ માટે ₹30 લાખનું ઇનામ આપે છે. વિથ્યા રામરાજે ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યા છે તેથી તેને ત્રણેય મેડલ માટે ઇનામી રકમ મળશે, જે 1.55 કરોડ રૂપિયા છે.

2023ની એશિયન ગેમ્સમાં વિથ્યા રામરાજે બે સિલ્વર મેડલ જીત્યા હતા અને તમિલનાડુ સરકારે તેને ₹80 લાખનું ઇનામ આપ્યું હતું. વિથ્યાએ હવે આ રકમ ડબલ કરી દીધી છે.

વિથ્યા રામરાજ તમિલનાડુના કોઈમ્બતુરની છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર હતા. તેની બહેન નિથ્યા પણ એક એથલીટ છે. (PC: PTI)
Breaking News : મજૂરની દીકરીએ Asian Games 2026માં જીત્યો મેડલ, પિતાએ એથલીટ બનાવવા લીધી હતી લોન
