AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજાર અને સોના-ચાંદી ધરાશાયી, FD પણ નકામી… હવે તમારા પૈસા ક્યાં સુરક્ષિત રહેશે? જાણો એક્સપર્ટ્સનો અભિપ્રાય

પોતાની મહેનતની કમાણી સાચવવા માટે આજે દેશનો સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં છે. એક તરફ શેરબજાર સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીના ભાવ પણ નીચે આવી ગયા છે. એટલું જ નહીં, બેંકની FD પણ વધતી મોંઘવારી સામે ખાસ ફાયદો આપી શકતી નથી. આવા મુશ્કેલ સમયમાં દરેક નાના-મોટા રોકાણકારના મનમાં એક જ સવાલ છે કે, "આખરે પોતાના પૈસા ક્યાં રોકવા અને તેને કેવી રીતે બચાવવા?" શું આ મંદી વચ્ચે પણ પૈસા સુરક્ષિત રાખવાનો કોઈ રસ્તો છે? આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કઈ અલગ રીત અપનાવવી પડશે?

| Updated on: Sep 29, 2026 | 2:52 PM
Share
દેશભરના કરોડો રોકાણકારો આ સમયે પરેશાન છે. તેમને સમજાઈ રહ્યું નથી કે, પોતાની મહેનતની કમાણી આખરે ક્યાં રોકાણ કરવી? આનું કારણ એ છે કે, સોના-ચાંદીથી લઈને શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સમાં YTD (આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી) ના આધારે 14.99% નો ઘટાડો છે. બીજી તરફ, NSE નિફ્ટી 50 પણ YTD આધારે 13.24% નીચે છે. બસ આની જ અસર એસઆઈપી (SIP) રોકાણકારો પર પણ પડી છે. SIPમાં રોકાણ કરનારા લાખો રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં નેગેટિવ રિટર્ન જોઈને પરેશાન છે.

1 / 9
બીજી તરફ, સોનું અને ચાંદી પણ પોતાના રેકોર્ડ હાઈ (આલ-ટાઈમ હાઈ) થી ઘણા નીચે પહોંચી ગયા છે. સતત વધતી મોંઘવારી વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) થી મળતું રિટર્ન પણ પૂરતું નથી. એવામાં મોટો સવાલ એ જ છે કે, હાલના માહોલમાં રોકાણકારો પોતાની મહેનતનો રૂપિયો ક્યાં લગાવે?

2 / 9
સેબી સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનરના જણાવ્યા અનુસાર, હાલના બજારમાં શોર્ટ ટર્મ વ્યૂ (ટૂંકાગાળાના દ્રષ્ટિકોણ) ના આધારે રોકાણની રણનીતિ બનાવવી રોકાણકારો માટે સરળ નથી. જો રોકાણકારો વધુ સારું રિટર્ન મેળવવાની સાથે જોખમ ઘટાડવા માગતા હોય, તો તેમણે એસેટ એલોકેશન અને પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન પર ધ્યાન આપવું જોઈએ. રોકાણકારોએ પોતાના નાણાં કોઈ એક જ એસેટ ક્લાસમાં લગાવવાને બદલે ગોલ્ડ, ડેટ અને ઇક્વિટી જેવા અલગ-અલગ એસેટ ક્લાસમાં વહેંચીને રોકાણ કરવું જોઈએ.

3 / 9
રોકાણકારો માટે એ નક્કી કરવું શક્ય નથી કે, કયા સમયે કયો એસેટ ક્લાસ સારો દેખાવ કરશે? એવામાં ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો રોકાણને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. કોઈ એક એસેટ ક્લાસના સારા દેખાવ પર ત્યાંથી રિટર્ન મળી શકે છે, જ્યારે બીજા એસેટમાં નબળાઈ હોય ત્યારે સમગ્ર પોર્ટફોલિયો પર તેની અસર મર્યાદિત કરી શકાય છે. હવે જો રોકાણકારો પોતાના પૂરા નાણાં કોઈ એક જ એસેટ ક્લાસમાં લગાવી દે છે, તો જોખમ વધી જાય છે અને ખરાબ દેખાવની સ્થિતિમાં રિટર્ન પર પણ અસર પડી શકે છે.

4 / 9
એક્સપર્ટે કહ્યું કે, એસઆઈપી (SIP) મારફતે શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોએ એ સમજવું જોઈએ કે બજાર હંમેશાં એક સરખું પ્રદર્શન કરતું નથી. 10 વર્ષની લાંબી અવધિમાં પણ શેરબજારનું રિટર્ન દર વર્ષે એક સરખું નથી રહેતું. કેટલાક સમય બજારમાં તેજી હોઈ શકે છે, જ્યારે કેટલાક તબક્કામાં ઘટાડો કે મર્યાદિત રિટર્ન જોવા મળી શકે છે. આથી, રોકાણકારોએ શોર્ટ ટર્મ બજારની ચાલના આધારે ગભરાઈને કે ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે પોતાના નાણાકીય લક્ષ્ય (ફાઇનાન્શિયલ ગોલ), રોકાણની મુદત અને જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવવી જોઈએ.

5 / 9
હાલના સમયમાં શેરબજાર, સોના-ચાંદી સહિત અનેક રોકાણ વિકલ્પો પર દબાણના ઘણા કારણો છે. મોંઘવારી ઊંચી રહેવાથી વ્યાજદરોમાં ઘટાડાને લઈને અનિશ્ચિતતા બનેલી છે, જેનાથી શેરબજાર પર દબાણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજારમાં સારી તેજી આવ્યા પછી ઘણા શેરોનું વેલ્યુએશન પણ મોંઘું થઈ ગયું હતું. તેથી, રોકાણકારો હવે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે.

6 / 9
બીજી તરફ, સોના અને ચાંદીમાં પણ પહેલાં ઝડપી તેજી આવી ચૂકી હતી. એવામાં ઊંચા સ્તરેથી પ્રોફિટ બુકિંગ અને ડૉલર તથા વૈશ્વિક વ્યાજદરોમાં ફેરફારની અસર તેમની કિંમતો પર પડી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો, હાલના સમયમાં વૈશ્વિક આર્થિક માહોલ, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, વ્યાજદરો, ડૉલર, મોંઘવારી અને રોકાણકારોનું પ્રોફિટ બુકિંગ મળીને અલગ-અલગ એસેટ ક્લાસને નીચે લાવવાનું કામ કરી રહ્યા છે.

7 / 9
એક્સપર્ટનું કહેવું છે કે, રોકાણકારોએ હાલના બજારમાં ગભરાઈને નિર્ણયો લેવાથી બચવું જોઈએ. બજારમાં ઘટાડો જોઈને પેનિક સેલિંગ એટલે કે નુકસાનમાં ઉતાવળ કરીને શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચવાથી બચો. એવી જ રીતે, ફક્ત બજાર ઘટવાના કારણે પોતાની એસઆઈપી (SIP) બંધ કરવી પણ જરૂરી નથી, કારણ કે ઘટતા બજારમાં તે જ રોકાણ રકમથી વધુ યુનિટ્સ મળી શકે છે.

8 / 9
આનો અર્થ એ નથી કે, દરેક ઘટતા શેરને ખરીદી લેવો જોઈએ. રોકાણકારોએ એ પણ સમજવું જોઈએ કે, બજારમાં તેજી અને મંદી બંને આવતા-જતા રહે છે. આવા સમયે ધીરજ જાળવી રાખવી, પોતાના નાણાકીય લક્ષ્ય અને રોકાણની મુદત મુજબ એસેટ એલોકેશન કરવું વધુ જરૂરી છે.

9 / 9
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

BSE, NSE કે Groww ? આગામી 12 મહિનામાં કયો શેર આપશે સૌથી વધુ રિટર્ન ?

Follow Us
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video

Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન

રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો

મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ

વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">