વડોદર મનપા કમિશનરનો સ્વચ્છતા મુદ્દે એક્શન પ્લાન, દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા એકમો પાસેથી ₹1.12 કરોડ વસૂલાયો દંડ- Video
વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા અભિયાન સઘન બનાવ્યું છે. દોઢ મહિનામાં ગંદકી ફેલાવતા 121 એકમોને સીલ કરી ₹1.12 કરોડનો દંડ વસૂલ્યો છે. કમિશનરે સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા માટે નવો એક્શન પ્લાન રજૂ કર્યો, જેમાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવા, દબાણ હટાવવા અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગંદકી અને અસ્વચ્છતા ફેલાવતા એકમો સામે VMC દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 45 દિવસમાં, પાલિકાએ ₹1.12 કરોડનો દંડ વસૂલ્યો છે અને ગંદકી ફેલાવતા 121 એકમોને સીલ કર્યા છે,
મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા મુદ્દે એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ એક્શન પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં કાયમી સુધારો લાવવાનો છે. કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વારંવાર ચેતવણીઓ અને સૂચનાઓ છતાં સુધારો ન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
નવા એક્શન પ્લાન અંતર્ગત, VMC હવે માર્કેટ અને કોમર્શિયલ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ સઘન બનાવશે. આ વિસ્તારોમાં જ્યાં ગંદકી અને કચરાના નિકાલની સમસ્યા વધુ હોય ત્યાં વિશેષ ધ્યાન અપાશે. આ ઉપરાંત, શહેરના ફૂટપાથ પરના દબાણોને દૂર કરવાની અને વિક્રેતાઓ માટે સુનિશ્ચિત હોકિંગ ઝોન વિકસાવવાની યોજના પણ છે, જેથી જાહેર જગ્યાઓ ખુલ્લી રહે અને અવરજવર સરળ બને.
પર્યાવરણીય પાસાઓને ધ્યાનમાં રાખીને, વિશ્વામિત્રી નદીમાં ગંદા પાણીનો પ્રવાહ રોકવા માટે પણ પાલિકા વધુ કામગીરી કરશે. ચોમાસા પછી અને ડેન્ગ્યુના વધતા જતા કેસોને પગલે, પાણીના સેમ્પલિંગ અને ફોગિંગની કામગીરીને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
નાગરિકોની સુવિધા માટે, પાણી પુરવઠો, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે કમિશનરે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કામગીરીમાં સુધારો નહીં લાવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
