Breaking News: 22 વર્ષની ભારતીય સ્પિનરે રચ્યો ઈતિહાસ, ICC રેન્કિંગમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
માત્ર 22 વર્ષની ઉંમરે ભારતની ડાબોડી સ્પિનર શ્રી ચારણીએ મહિલા ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શનના દમ પર શ્રી ચારણીએ ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે જે અન્ય કોઈ ખેલાડી મેલવી શકી નથી.

ભારતની 22 વર્ષની સ્પિનર શ્રી ચારણીએ ICC T20 રેન્કિંગમાં 817 રેટિંગ પોઈન્ટ રેટિંગ પોઈન્ટ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો.

શ્રી ચારણી T20 રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર મહિલા ક્રિકેટર બની છે.

શ્રી ચારણીએ 817 રેટિંગ પોઈન્ટ મેળવીને મેગન શુટનો રેકોર્ડ તોડ્યો હતો.

મેગન શુટે 2018 માં 806 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા, પરંતુ શ્રી ચારણીએ તેને પાછળ છોડી દીધી.

817 રેટિંગ પોઈન્ટ સાથે શ્રી ચારણીએ પોતાનું નંબર 1 T20 રેન્કિંગ પણ જાળવી રાખ્યું.

ભારતને એશિયા કપ જીત અપાવ્યા પછી શ્રી ચારણીએ એશિયન ગેમ્સમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું.

એશિયન ગેમ્સમાં શ્રી ચારણીએ જાપાન સામે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 10 રન આપી 4 વિકેટ લઈને ભારતને સેમિફાઇનલમાં પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

શ્રી ચારણીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેચમાં બે વિકેટ લીધી અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં મદદ કરી. એશિયન ગેમ્સના દમદાર પ્રદર્શનથી તેનું રેટિંગ 817 પોઈન્ટ પહોંચી ગયું. (PC: Getty Images)
