AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજારના ભેળસેળિયા જામને કહો અલવિદા, ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી બ્લૂબેરી જામ

બજારમાં મળતા પેકેજ્ડ જામમાં રહેલી ખાંડ, કેમિકલ અને આર્ટિફિશિયલ કલર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાળકો અને પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઘરે જ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર તાજી કે ફ્રોઝન બ્લૂબેરી વડે કોઈપણ રસાયણ વગર 100% શુદ્ધ અને સ્વાદિષ્ટ જામ કેવી રીતે બનાવવો? સામગ્રી અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત વાંચો ...

| Updated on: Sep 28, 2026 | 7:58 PM
Share
જો તમારા ઘરમાં પણ બાળકો અને વડીલો સવારના નાસ્તામાં બ્રેડ કે ટોસ્ટ સાથે જામ ખાવાના શોખીન હોય, તો અહીં અમે તમને ઘરે જ તાજો અને સુપર ટેસ્ટી બ્લૂબેરી જામ બનાવવાની પરફેક્ટ રીત જણાવી રહ્યા છીએ.

1 / 7
સવારના નાસ્તામાં બ્રેડ, ક્રિસ્પી ટોસ્ટ કે ગરમ પરોઠા પર જામ લગાવીને ખાવું બાળકોથી લઈને મોટાઓ સુધી સૌને ખૂબ જ ભાવે છે. જોકે, બજારમાં મળતા તૈયાર પેકેજ્ડ જામમાં વધુ પડતી રિફાઇન્ડ ખાંડ, કૃત્રિમ રંગો (આર્ટિફિશિયલ કલર્સ), કેમિકલ પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવર્સની ભારે ભેળસેળ હોય છે, જે શરીર માટે અત્યંત નુકસાનકારક છે. આવા સમયે માર્કેટના આ ભેળસેળિયા જામને અલવિદા કહો અને ઘરે જ તાજી અથવા ફ્રોઝન બ્લૂબેરીનો ઉપયોગ કરીને 100% શુદ્ધ, હાઇજીનિક અને ટેસ્ટી બ્લૂબેરી જામ સરળતાથી તૈયાર કરો.

2 / 7
સુપરફૂડ ગણાતી બ્લૂબેરી વિટામિન્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવામાં તેમજ યાદશક્તિ તેજ કરવામાં મદદરૂપ બને છે. કોઈ પણ જાતના પેક્ટિન કે હાનિકારક કેમિકલ વગર ઘરે એકદમ ઘાટો અને લાજવાબ જામ બનાવવો ખૂબ સરળ છે. આવો જાણીએ તેની સંપૂર્ણ રીત:

3 / 7
જરૂરી સામગ્રી: તાજી અથવા ફ્રોઝન બ્લૂબેરી: 2 કપ, ખાંડ: 3/4 કપ (તમે દોરાવાળી સાકરનો પાવડર અથવા દેશી ખાંડ પણ વાપરી શકો છો) તાજો લીંબુનો રસ: 1 મોટી ચમચી (જે નેચરલ પ્રિઝર્વેટિવ અને પેક્ટિનનું કામ કરે છે), તજનો પાવડર: 1/2 નાની ચમચી (ઓપ્શનલ - સુગંધ અને સ્વાદ વધારવા માટે)

4 / 7
બનાવવાની વિગતવાર રીત: બ્લૂબેરી સાફ કરો: સૌથી પહેલાં તાજી બ્લૂબેરીને ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત સારી રીતે ધોઈ લો અને કાણાંવાળી ચાળણીમાં મૂકી તેનું વધારાનું પાણી સુકવી લો. સામગ્રી પેનમાં મિક્સ કરો: એક જાડા તળિયાવાળી કડાઈ અથવા પૅનમાં સાફ કરેલી બ્લૂબેરી, ખાંડ અને તાજો લીંબુનો રસ એકસાથે ઉમેરો. ધીમી આંચે પકવો: પૅનને મધ્યમ આંચ પર ગૅસ પર મૂકો. ખાંડ ધીમે-ધીમે ઓગળવા લાગશે અને બ્લૂબેરીમાંથી કુદરતી જ્યુસ છૂટો પડવા માંડશે. આ મિશ્રણને ચમચા વડે સતત હલાવતા રહો.

5 / 7
બ્લૂબેરીને મૅશ કરો: જ્યારે બ્લૂબેરી થોડી પોચી પડે ત્યારે તેને મૅશર અથવા તવિથા વડે હળવેથી દબાવીને મૅશ કરી લો, જેથી જામમાં સુંદર અને લચ્છેદાર ટેક્સચર આવે. જાડું થાય ત્યાં સુધી ચડવા દો: ગૅસની આંચ ધીમીથી મધ્યમ રાખીને મિશ્રણને 10 થી 12 મિનિટ સુધી પાકવા દો. મિશ્રણ ધીમે-ધીમે ઘટ્ટ થવા લાગશે અને તેમાં એક ચમકદાર શાઇન જોવા મળશે. જો તમે તજનો પાવડર ઉમેરવા માંગતા હોવ તો આ સમયે ઉમેરીને બરાબર હલાવી લો.

6 / 7
જામ તૈયાર છે કે નહીં તેની ચકાસણી: એક ઠંડી પ્લેટ પર જામનું એક ટીપું મૂકો. હવે પ્લેટને સહેજ ત્રાંસી કરો. જો તે ટીપું વહી ન જાય અને એક જ જગ્યાએ સ્થિર જામી રહે, તો સમજી લેવું કે તમારો પરફેક્ટ જામ બનીને તૈયાર છે. સ્ટોરેજ: ગૅસ બંધ કરી દો અને જામને સામાન્ય તાપમાને સંપૂર્ણપણે ઠંડો થવા દો. ઠંડો થયા બાદ તે વધુ ઘટ્ટ બનશે. હવે આ જામને કાચની એકદમ સૂકી અને સ્ટરિલાઇઝ્ડ (ગરમ પાણીમાં ઉકાળીને સૂકવેલી) કાચની બરણીમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. આ હોમમેઇડ જામ 2 થી 3 મહિના સુધી બિલકુલ ફ્રેશ રહે છે.

7 / 7

Viral clip: એક્ઝોસ્ટ ફેન સામે લગાવી દીધી પવનચક્કી, મફતમાં બનવા લાગી 11,000 યુનિટ વીજળી, કેટલો કારગર છે આ દેશી જુગાડ? -જુઓ Video

Follow Us
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

g clip-path="url(#clip0_868_265)">