જસદણમાં TV9 ના અહેવાલની ધારદાર અસર રાજકોટ ભાવનગર હાઈવે પર ખાડા પુરવાની કામગીરી શરૂ – Video
રાજકોટના જસદણમાં ખાડાગ્રસ્ત રોડ અંગે Tv9 ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કર્યો અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. જે બાદ તંત્ર આળસ મરડીને બેઠુ થયુ છે અને રાજકોટ ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ગાબડા પુરવાની કામગીરી શરૂ કરી છે.
રાજકોટના જસદણમાં TV9 દ્વારા પ્રસારીત કરાયેલા અહેવાલની અસર જોવા મળી છે. tv9 દ્વારા જગાડ્યા બાદ તંત્ર એ હાઈવે પર પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે. રાજકોટ ભાવનગર હાઈવે પર ખાડ પુરવામાં આવ્યા. તો આ તરફ આટકોટ રોડ પર પણ ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા એક મહિનાથી હાઈવે પર મસમોટા ખાડાની સમસ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. TV9ના અહેવાલ બાદ નિંદ્રાધીન તંત્ર આળસ મરડીને બેઠુ થયુ છે.
રાજકોટ ભાવનગર હાઈવે પર ઠેક ઠેકાણે ખાડાની સમસ્યા હતી અને લોકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી. આ ખાડાના કારણે અકસ્માત થવાનો પણ ભય હતો..જેનો અહેવાલ TV9 ગુજરાતીએ બતાવ્યો હતો. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યુ અને આટકોટ નજીક હાઈવે પર માર્ગ અને મકાન વિભાગે કામગીરી હાથ ધરી અને ખાડા પુરવાની કામગીરી શરૂ કરી.TV9એ 9 દિવસ પહેલા આ અહેવાલ રજૂ કર્યો હતો. હાઈવે પરના ખાડા પુરવાની કામગીરી શરૂ કરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને આખરે બિસ્માર રસ્તાથી રાહત મળશે.
