Shubman Gill: ભારત માટે સૌથી ઝડપી 10 ODI સદી ફટકારવા છતાં શુભમન ગિલ કેમ કમનસીબ છે?
શુભમન ગિલ ODI ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ODIમાં સદી ફટકારી હતી. જોકે, અશ્વિનને લાગે છે કે આ ખેલાડી કમનસીબ છે. જાણો શા માટે?

શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામે 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે વિરાટ કોહલી સાથે મળીને મહત્વની ભાગીદારી કરી.

આ સદી સાથે ગિલે ODI ક્રિકેટમાં પોતાની 10મી સદી પૂરી કરી. ભારત માટે આ સિદ્ધિ સુધી સૌથી ઝડપથી પહોંચનારા બેટ્સમેનોમાં તે ટોચ પર છે.

ગિલે માત્ર 67 ODI ઇનિંગ્સમાં 10 સદી ફટકારી છે. વૈશ્વિક સ્તરે હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કોક જ તેનાથી ઓછી ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચ્યા હતા.

ગિલના ODI આંકડા પણ શાનદાર છે. તેણે 68 મેચમાં 3,489 રન બનાવ્યા છે અને તેની બેટિંગ સરેરાશ 60થી વધુની છે.

ગિલના નામે ODIમાં 10 સદી ઉપરાંત 20 અડધી સદી પણ છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ 100ની આસપાસ રહ્યો છે.

આ જ કારણસર આર અશ્વિન ગિલને અત્યંત પ્રતિભાશાળી બેટ્સમેન માને છે. અશ્વિનના મતે ગિલની બેટિંગમાં વિરાટ કોહલીની નજીક પહોંચવાની ક્ષમતા દેખાય છે.

જોકે, અશ્વિનના મતે ગિલ માટે મુશ્કેલી એ છે કે ODI ક્રિકેટનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઓછા મેચોનો અર્થ તેની પાસે મોટા રેકોર્ડ બનાવવાની તકો પણ ઓછી થઈ શકે છે.

હાલમાં ગિલ ભારતનો ODI કેપ્ટન પણ છે અને તેનું પ્રદર્શન સતત ચર્ચામાં રહે છે. હવે જોવાનું એ રહેશે કે તે પોતાની કારકિર્દીમાં ક્યાં સુધી પહોંચે છે. (PC:PTI/X)
Rohit Sharma: શું રોહિત શર્મા ફક્ત એક જ મેચનો બેટ્સમેન છે? વર્લ્ડ કપ પહેલા આ આંકડાએ વધારી ચિંતા
