AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana Breaking : વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓ સાથે મોટો દગો : ઇથોપિયામાં મહેસાણાના 3 સભ્યોનું અપહરણ, ₹70 લાખ ચૂકવ્યા છતાં મુક્તિ નહીં

Mehsana Breaking : વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓ સાથે મોટો દગો : ઇથોપિયામાં મહેસાણાના 3 સભ્યોનું અપહરણ, ₹70 લાખ ચૂકવ્યા છતાં મુક્તિ નહીં

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2026 | 4:51 PM
Share

અમેરિકા જવાની ઘેલછામાં મહેસાણા અને ગાંધીનગરના એક જ પરિવારના ત્રણ યુવક-યુવતીઓ આફ્રિકાના ઇથોપિયામાં ખંડણીખોરોની ચુંગાલમાં ફસાયા છે. એજન્ટો મારફતે મોકલાયેલા આ ત્રણેય સભ્યોના અપહરણ બાદ 'ખાન' નામના શખ્સે ₹1 કરોડની ખંડણી માંગી છે. પરિવારે લાખો રૂપિયા ચૂકવ્યા છતાં સંતાનો પરત ન મળતાં લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી સરકાર પાસે મદદની આજીજી કરી છે.

અમેરિકા જવાની ઘેલછા વધુ એક વખત ગુજરાતી પરિવારો માટે ભયાનક દુઃસ્વપ્ન સાબિત થઈ છે. મહેસાણા અને ગાંધીનગરના એક જ પરિવારના ત્રણ યુવક-યુવતીઓ—વડસ્માનો ઋત્વિક, મમતા અને મયૂરી—અમેરિકા જવા નીકળ્યા બાદ આફ્રિકન દેશ ઇથોપિયામાં માનવ તસ્કરી અને ખંડણીખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા છે.

સમગ્ર મામલે મમતાના પિતા કિરિટ ચૌહાણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે જાણવાજોગ નોંધાવી છે. મમતાના પતિ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હોવાથી દીકરીના વિઝા વારંવાર રિજેક્ટ થતાં પરિવારે ડાંગરવાના એજન્ટ અલ્પેશ પંચાલ અને વડોદરાના ભાર્ગવ પટેલનો સંપર્ક કર્યો હતો. 20 તારીખે ઘરેથી નીકળેલા આ ત્રણેય લોકો 22 તારીખે ઇથોપિયા પહોંચ્યા બાદ તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ત્યારબાદ ‘ખાન’ નામના અજાણ્યા શખ્સે ફોન કરીને ત્રણેયનું અપહરણ થયું હોવાનું જણાવી તેમને જીવતા છોડવા માટે ₹1 કરોડની જંગી ખંડણીની માંગણી કરી હતી. પરિવારે એજન્ટના કહેવાથી અત્યાર સુધીમાં ₹60 થી ₹70 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં અપહરણકારો તેમને મુક્ત કરવા તૈયાર નથી. માતા-પિતા આંસુ ભરી આંખે સરકાર સમક્ષ પોતાના સંતાનોને હેમખેમ પરત લાવવા આજીજી કરી રહ્યા છે, જ્યારે સમગ્ર ષડયંત્રમાં સ્થાનિક એજન્ટોની મિલીભગત સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

બજારના ભેળસેળિયા જામને કહો અલવિદા, ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી બ્લૂબેરી જામ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">