Gold-Silver Rate Today: મંગળવારે ઘટ્યા સોના-ચાંદીના ભાવ! 2500રુપિયાથી વધુ સસ્તું થયું સોનું
એક દિવસ સ્થિર રહ્યા બાદ સતત બીજા દિવસે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2510 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2310નો ઘટાડો થયો છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આજે સતત બીજા દિવસે સોનાની ચમક ફીકી પડી છે. બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને વ્યાજદરમાં આગામી સમયમાં પણ વધારો થવાની શક્યતાએ સોનાના ભાવ પર વધુ દબાણ વધાર્યું છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ સતત બીજા દિવસે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2510 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2310નો ઘટાડો થયો છે. આજે જ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ ₹10 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ ₹10 ઘટ્યો છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,310 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,790 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,640 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,160 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,690 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,210 છે.(ફોટો ક્રેડિટ- File Image)

ચાંદીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં સુસ્તીના કારણે 3 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 1 કિલો ચાંદી આજે ₹100 સસ્તી થઈ છે. ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 1 કિલો દીઠ ₹5100નો ઘટાડો થયો છે. હવે આજના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં 1 કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,39,900ના ભાવે વેચાઈ રહી છે. દેશના અન્ય મોટા શહેરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીનો ભાવ ₹2,39,900 પ્રતિ કિલો છે. જોકે, ચેન્નાઈમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹2,44,900 છે. એટલે કે 4 મોટા શહેરોમાં ચાંદી સૌથી મોંઘી ચેન્નાઈમાં છે.

બોનાન્ઝાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવનું કહેવું છે કે કાચા તેલના ભાવમાં ઉછાળાને કારણે મોંઘવારી અંગેની ચિંતાઓ વધી રહી છે. તેના કારણે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ અને ડોલર મજબૂત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકન ફેડરલ રિઝર્વ પોતાની મોનેટરી પોલિસીને કડક રાખી શકે છે. તેમણે રોકાણકારોને અમેરિકન ડોલર, ટ્રેઝરી યીલ્ડ, ક્રૂડ ઓઈલના ભાવ તેમજ અમેરિકામાં આવનારા મોંઘવારી અને રોજગારના આંકડાઓ પર નજર રાખવાની સલાહ આપી છે. આ તમામ પરિબળો ફેડની આગામી મોનેટરી પોલિસીની રણનીતિ પર અસર કરી શકે છે.

ભૂરાજકીય મોરચે, યુએસ-ઈરાન તણાવ બજાર માટે મુખ્ય કેન્દ્ર છે. જો કે, રોકાણકારો મુખ્યત્વે આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર નજર રાખી રહ્યા છે. LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ફેડ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેતો આપી શકે છે, જે સોનાના ભાવ માટે આગામી વલણ નક્કી કરવામાં મદદ કરશે.(ફોટો ક્રેડિટ- File Image)
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
