AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી હુમલો કરાવ્યો, યુવાન ગંભીર ઇજાગ્રસ્ત

Rajkot German Shepherd Attack : આ સમગ્ર ઘટનામાં માત્ર શ્વાન દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો નથી. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, દિપ જાડેજાએ શ્વાનને બાંધવાની સાંકળ વડે પણ કિશન પર હુમલો કર્યો હતો. જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.

Breaking News : રાજકોટમાં જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી હુમલો કરાવ્યો, યુવાન ગંભીર ઇજાગ્રસ્ત
| Updated on: Sep 29, 2026 | 3:54 PM
Share

Rajkot German Shepherd Attack : રાજકોટમાં જૂની અદાવતને લઈને પાલતુ શ્વાન દ્વારા હુમલો કરાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી અમરનગર સોસાયટીમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાન ( pet German Shepherd dog) દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કિશન મેવાડા નામનો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જૂની અદાવતમાં શ્વાન પાસે હુમલો કરાવ્યાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, મવડી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે કિશન મેવાડા ઉપર જર્મન શેફર્ડ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતના કારણે દિપ જાડેજા નામના શખ્સે પોતાના પાલતુ શ્વાન પાસે કિશન પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હુમલા દરમિયાન જર્મન શેફર્ડ શ્વાને કિશનને શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા હતા. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત કિશનને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.

શ્વાનની સાંકળ વડે પણ હુમલો કર્યાનો આક્ષેપ

આ સમગ્ર ઘટનામાં માત્ર શ્વાન દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો નથી. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, દિપ જાડેજાએ શ્વાનને બાંધવાની સાંકળ વડે પણ કિશન પર હુમલો કર્યો હતો. જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ઘટના બાદ સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Breaking News : રાજકોટમાં સસ્તી લોન આપી ખેડૂતોની જમીન પડાવવાના કોલ સેન્ટરના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો, જુઓ વીડિયો

Follow Us
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">