ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ટી20 ટીમમાંથી બહાર ! કેપ્ટનશીપ પણ ગુમાવી
વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન તૂટયા બાદ પણ ભારતીય ટીમ નવા જુસ્સા સાથે નવા અભિયાન માટે તૈયાર થઈ રહી છે. 10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.

ગયા નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે 2022 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત હારી ગયું ત્યારથી, રોહિત શર્મા T20I રમ્યો નથી. તેની ગેરહાજરીમાં, હાર્દિક પંડ્યાએ સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાને રોહિતના યોગ્ય અનુગામી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પણ આજ હાર્દિક પંડયા ભારતની ટી20 ટીમમાંથી બહાર થયો છે.

હાર્દિકને વર્લ્ડ કપના પહેલા હાફમાં તેના ફોલો-થ્રુમાં બોલને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. લીગામેન્ટ ફાટી ગયું ન હતુ પરંતુ આખરે હાર્દિકને નવેમ્બરની શરૂઆતમાં બે મહિના માટે બહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તે સાઉથ આફ્રીકાના પ્રવાસમાંથી પણ બહાર થયો છે.

બીસીસીઆઈ દ્વારા 30 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 કલાકે સાઉથ આફ્રીકા ટૂર માટે ત્રણેય ફોર્મેટની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ઈજાને કારણે હાર્દિક પંડયાએ ટી20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે.

10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થઈ રહ્યો છે. જેમાં ભારત અને સાઉથ આફ્રીકાની ટીમ વચ્ચે 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાશે.