બાબર આઝમ ફરી કેપ્ટન બનતા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હંગામો મચી ગયો
પાકિસ્તાન ક્રિકેટ ટીમે કેપ્ટનશીપ ફરીથી બાબર આઝમને સોંપી છે. આ વખતે તે માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. બાબર આઝમને શાહીન અફરીદિના સ્થાને કમાન મળી છે. બાબર આઝમે વનડે વર્લ્ડકપ 2023 બાદ કેપ્ટનશીપ છોડી હતી.

પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટનને લઈ ફરી એક વખત ધમાલ મચી છે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બની ગયો છે. બાબર આઝમને આ વખતે વ્હાઈટ બોલની કેપ્ટનશીપ મળી છે.એટલે કે, તે વનડે અને ટી20માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરશે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, શાન મસુદ પહેલાની જેમ પાકિસ્તાન ટેસ્ટ ટીમના કેપ્ટન હાલ બનીને રહેશે.

બાબર આઝમને વ્હાઈટ બોલ કેપ્ટનશીપ આપવાનો મતલબ એ સ્પષ્ટ છે કે, શાહીન શાહ અફરીદિને આ વખતે કાર્યભાર થી મુક્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ અબોટાબાદ નજીક કાકુલમાં ટ્રેનિંગ કરી રહી છે

પીસીબીએ આ કામ માટે પાકિસ્તાની સેનાની પણ મદદ મળી છે. કાકુલમાં રાખવામાં આવેલી આ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન પીસીબી તરફથી શાહીન શાહ અફરીદીને દુર કરવામાં આવ્યો છે. હવે તે પાકિસ્તાનના ટી20 કેપ્ટન નહિ હોય.

બાબર આઝમે ગત્ત વર્ષ વનડે વર્લ્ડ કપથી પાકિસ્તાન બહાર થઈ જતાં કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું હતુ. ત્યારથી તેમણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે દરમિયાન તેમની કેપ્ટનશીપ છોડવાનું કારણ વધુ હતુ કે, પીસીબી તરફથી દરેક ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની વાત થઈ રહી હતી. જ્યારે બાબર ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ ઈચ્છતો હતો.

ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી20ની સીરિઝ માટે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રવાસે આવી રહી છે. આ સીરિઝની પહેલી 3 મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે છેલ્લી 2 મેચ લાહૌરમાં રમાશે. બાબર આઝમ ફરીથી કેપ્ટન બન્યો છે.

































































