ટીમ ઈન્ડિયા તરફથી 100 ટેસ્ટ મેચ રમવાનું આ દિગ્ગજ ખેલાડીનું સપનું અધૂરું રહી જશે!

ભારતીય ટીમના સિનિયર ખેલાડી અજિંક્ય રહાણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તાજેતરમાં તેણે કહ્યું હતું કે તે 100 ટેસ્ટ મેચ રમવાનું સપનું પૂરું કરવા માંગે છે, પરંતુ રહાણે અત્યારે જે ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે તે તેનું સપનું તૂટી શકે છે. રહાણે આ રણજી સિઝનમાં કોઈ મોટી ઈનિંગ્સ રમ્યો નથી. તે ભારતીય ટીમમાં વાપસી માટે સતત પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આ પ્રકારના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં કમબેકની હવે કોઈ આશા દેખાઈ રહી નથી.

| Updated on: Feb 09, 2024 | 7:02 PM
એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના સૌથી આધારભૂત બેટસમનોમાં એક અને હાલમાં રણજીમાં મુંબઈ તરફથી રમી રહેલ અજિંક્ય રહાણેનું ફરી એકવાર ટીમ ઈન્ડિયા તરફથી રમવાનું સપનું હવે અધૂરું જ રહેશે એવું લાગી રહ્યું છે. અજિંક્ય રહાણે રણજી ટ્રોફીમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને સતત ફ્લોપ થઈ રહ્યો છે.

1 / 5
છત્તીસગઢ સામે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં મુંબઈનો કેપ્ટન અજિંક્ય રહાણે પ્રથમ દાવમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. આ માત્ર એક જ ઈનિંગ નથી, પરંતુ છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં અજિંક્ય રહાણેની આ હાલત રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી અજિંક્ય રહાણે ચાર ટેસ્ટ મેચમાં માત્ર 34 રન જ બનાવી શક્યો છે.

2 / 5
અજિંક્ય રહાણેએ તેની છેલ્લી કેટલીક ઈનિંગ્સમાં માત્ર 1, 8, 9, 0, 16, 0 રન બનાવ્યા છે. રહાણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનું ફોર્મ તેને સાથ આપી રહ્યું નથી. લગભગ આઠ મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલો રહાણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો, આ જ કારણ હતું કે અગાઉ તેની વાઈસ કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી, જ્યારે બાદમાં તે ટીમની બહાર પણ થઈ ગયો હતો.

3 / 5
થોડા દિવસ પહેલા જ અજિંક્ય રહાણેએ નિવેદન આપ્યું હતું કે તે પોતાના દેશ માટે 100 ટેસ્ટ મેચ રમવા માંગે છે એટલે કે તે ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માંગે છે. જોકે, ભારતીય ટીમ હવે ટેસ્ટમાં પણ યુવાઓને તક આપી રહી છે અને ભવિષ્યની ટીમ બનાવવા પર ધ્યાન આપી રહી છે.

4 / 5
અજિંક્ય રહાણેના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ભારત માટે અત્યાર સુધી 85 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 5077 રન બનાવ્યા છે. રહાણેની સરેરાશ 39ની આસપાસ છે, જ્યારે તેના નામે 12 ટેસ્ટ સદી પણ છે. અજિંક્ય રહાણેએ ઘણા પ્રસંગોએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી છે, ઓસ્ટ્રેલિયામાં ભારતે જે ટેસ્ટ સિરીઝ જીતી તે રહાણેના નેતૃત્વમાં જ જીતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ભણતરના ભાર તળે તણાવમાં યુવતીએ અંતિમ પગલું ભર્યું

મહેસાણામાં એગ્રો લોજિસ્ટિક પાર્કનું નીતિન પટેલે કર્યુ ખાતમુર્હૂત

સાપુતારાના ચીફ ઓફિસરની બદલી અટકાવવા સ્થાનિકોનું આંદોલન

Gandhinagar Video: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ

દારૂની હેરફેરનાઆ કીમિયાને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

આ રાશિના જાતકોને આજે અટકેલા કામ પૂર્ણ થશે

મહેસાણાના કડીમાં મોડી રાતે બે સોસાયટી વચ્ચે પથ્થરમારો, જુઓ Video

કેટલાક નેતાઓ સત્તાના નશામાં હિટલર જેવું વર્તન કરતા હતા : જીતુ સોમાણી

અંબાજીથી અમદાવાદ ST બસમાં આવી રહેલા 2 મુસાફર દારુની હેરફેર કરતા ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">