Moong Dal Chilla Recipe : પ્રોટીનથી ભરપુર મગની દાળના પુડલા આ સરળ રીતે બનાવો, જુઓ તસવીરો

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યારે કેટલાક લોકોને હેલ્ધી ફુડ ખાવાનું વધારે પસંદ હોય છે. આજે મગની દાળના પુડલા કેવી રીતે બનાવાય તેની રેસીપી જોઈશું.

| Updated on: Sep 27, 2024 | 4:42 PM
મગની દાળના પુડલા બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને 8-9 કલાક પાણીમાં પલાળી દો. હવે બીજા દિવસે પલાળેલા મગને 2 થી 3 વખત પાણીથી ધોઈ લો.

1 / 5
ત્યાર બાદ લીલુ મરચુ, આદું, લસણ, મગની અંદર ઉમેરી ઝીણુ પીસી લો. જો જરુર પડે તો જ તેમાં પાણી અથવા દહીં ઉમેરી શકો છો.

2 / 5
જો બેટરમાં વધારે પાતળુ કરશો તો પુડલો તુટવાની શક્યતા છે. આ બેટરને ઢોંસાના બેટરથી થોડુક ઘટ્ટ રાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.

3 / 5
પુડલો બનાવતા પહેલા તમે ચપટી બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ એક પેનમાં ઘી નાખી તેના પર બેટરથી પુડલો બનાવી લો. તમે ઈચ્છો તો તેના પર ઝીણી ડુંગળીને તેના પર પાથરી શકો છો.

4 / 5
હવે આ પુડલાને બંન્ને બાજુથી બરાબર શેકી લો. તેના પર ચીઝને નાખીને ગાર્નિશીંગ કરો. ત્યાર બાદ પ્રોટીન પુડલાને તમે કોથમરીની ચટપટી ચટણી સાથે સર્વ કરી શકો છો.( All Image - Getty Images )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">