કેવી રીતે મળે છે CISFની નોકરી? જાણો કોણ બની શકે છે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર?
સીઆઈએસફની સુરક્ષા કોઈ ખાનગી કંપની કે ફર્મ લઈ શકે છે. પણ તેના માટે સંબંધિત કંપનીએ સરકાર તરફથી નિર્ધારિત રકમનું ભુગતાન કરવુ પડશે. આ ભર્તીમાં પસંદગી પામેલા યુવાને અલગ અલગ રાજ્યોમાં તૈનાત કરવામાં આવે છે. સમય સમય પર તેમને ટ્રાન્સફર પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ સીઆઈએસફ જવાન બનવા માટેની લાયકાત.

CISF એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એક પૈરામિલિટી ફોર્સ છે, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અધિન છે. મેટ્રો, એરપોર્ટ અને દેશના મોટા મંદિરોની સુરક્ષાની જવાબદારી આ પૈરામિલિટી ફોર્સને આપવામાં આવે છે. પૈરામિલિટી ફોર્સ યુવાઓ વચ્ચે ખુબ જ લોકપ્રિય નોકરી છે.

સીઆઈએસફની સુરક્ષા કોઈ ખાનગી કંપની કે ફર્મ લઈ શકે છે. પણ તેના માટે સંબંધિત કંપનીએ સરકાર તરફથી નિર્ધારિત રકમનું ભુગતાન કરવુ પડશે. આ ભર્તીમાં પસંદગી પામેલા યુવાને અલગ અલગ રાજ્યોમાં તૈનાત કરવામાં આવે છે. સમય સમય પર તેમને ટ્રાન્સફર પણ કરવામાં આવે છે.

સીઆઈએસએફ તરફથી નીકળતી વિભિન્ન પદની ભર્તી માટે યોગ્યતા અને ઉમર સીમાનું નિર્ધારણ અલગ અલગ છે. કોન્સ્ટેબલના પદ માટે ઈન્ટરમીડિએટ પાસ યુવા એપ્લાઈ કરી શકે છે, તે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિણ શ્રેણીમાં ઉમેદવારને સરકારના નિયમ અનુસાર અધિકતમ ઉંમરની સીમામાં છૂટ આપવામાં આવી છે.

લેખિત પરીક્ષા, પીઈટી અને ડોક્યૂમેન્ટ વેરિફિકેસનની મદદથી કોન્સ્ટેબલ અને એસઆઈના પદો પર ભર્તી કરવામાં આવે છે. જો ઉમેદવાર લેખિત પરીક્ષામાં ફેઈલ થાય છે તો તેને ચયન પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવે છે.

CISF કોન્સ્ટેબલને 21,700થી 69,100 રુપિયા સુધીની સેલેરી મળ છે. અન્ય ભથ્થા સાથે તેમની સેલેરી લાખ રુપિયા સુધી પહોંચે છે. અગ્નિવીરના પદથી રિટાયર થનાર કેન્ડિડેટને સીઆઈએસફની ભર્તીની પ્રક્રિયમાંથી છૂટ આપવામાં આવી છે. આ સંબધિત નોટિફિકેશન ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યું છે.
