Nayanthara Family Tree: પતિ છે ડાયરેક્ટર ,જોડિયા બાળકોની માતા છે અભિનેત્રી જાણો તેના પરિવાર વિશે
નયનતારા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. ગત્ત વર્ષે જ તેણે ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે 2 બાળકોની માતા છે.નયનતારા માત્ર તેના સારા અભિનય માટે જ જાણીતી નથી, પરંતુ Nayanthara તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. ચાલો આજે આપણે તેના પરિવાર વિશે જાણીએ.

નયનતારાનો જન્મ 18 નવેમ્બર 1984ના રોજ કેરળના તિરુવલ્લામાં થયો હતો. તેના પિતા કુરિયન કોડિયાટ્ટુ અને માતા ઓમાના કુરિયન છે. તેનો મોટો ભાઈ લેનો છે. તેના પિતા ભારતીય વાયુસેનામાં અધિકારી હતા,

નયનતારા અને વિગ્નેશ શિવને લાંબા અફેર પછી 9 જૂન, 2022ના રોજ મહાબલીપુરમમાં વિધિ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 5 વર્ષ પહેલા બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા, નયનતારા વિગ્નેશ શિવન સાથેના તેના તમામ ફોટો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બંને આજે સારું પારિવારિક જીવન જીવી રહ્યા છે.

નયનતારાના લગ્નમાં બોલિવૂડથી લઈને ટોલીવુડના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.લગ્નના થોડા મહિના પછી નયનતારા અને વિગ્નેશ શિવન સરોગસી દ્વારા માતા-પિતા બન્યા હતા. નયનતારાની સરોગસીને લઈને ઘણો વિવાદ થયો હતો.

એક સારી પત્ની અને માતા ઉપરાંત નયનતારા એક સારી વહુ પણ છે. વિગ્નેશના માતા-પિતા સાથેનો આ ફોટો ખુબ જ સુંદર છે.નયનતારાએ તેના લગ્નમાં લાલ રંગના આઉટફિટ પહેર્યા હતા. નયનતારાના લગ્નના ફોટો ખુબ જ વાયરલ થયા હતા.નયનતારા તેની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નયનતારાને ફિલ્મ 'જવાન' માટે 8 થી 11 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારાએ મેટરનિટી બ્રેક લીધો હતો. ઓક્ટોબર 2022માં તેણે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. હવે તે જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે અને મોટા પડદા પર કમબેક કરી રહી છે.

નયનતારાએ વર્ષ 2003માં અભિનયની શરૂઆત કરી હતી. આ સાથે જ તે 'જવાન' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. નયનતારાની નેટવર્થની વાત કરીએ તો તે 200 કરોડથી વધુની પ્રોપર્ટીની માલિક છે. (photo: @nayantharaofficial/instagram)
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
