Pulkit-Kriti Marriage: પુલકિત અને કૃતિ ખરબંદા જાણો પતિ કે પત્ની કોની પાસે છે કેટલી સંપત્તિ
વર્ષ 2024માં બોલિવુડમાં વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાશે. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નની વિધીઓ શરુ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, આ કપલ મુંબઈ નહિ પરંતુ દિલ્હીમાં લગ્ન કરશે.

મીડિયા રીપોર્ટસ અનુસાર કૃતિ અને પુલકિત જે બંન્ને દિલ્હીમાં માનેસરમાં ITC ગ્રાન્ડમાં લગ્નનું આયોજન કર્યું છે. દિલ્હીમાં આ બંન્નેના લગ્નના ફંક્શન શરુ થઈ ચૂક્યા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, આ કપલમાં કોની પાસે કેટલી સંપત્તિ છે.

કૃતિ અને પુલકિત બંન્ને દિલ્હીમાં લગ્ન કરશે. તમને જણાવી દઈએ કે, પુલકિતના આ બીજા લગ્ન છે, તેના પહેલા લગ્ન માત્ર 11 મહિના ચાલ્યા હતા.

મીડિયા રીપોર્ટ મુજબ કૃતિ ખરબંદા અંદાજે 41 કરોડની માલકિન છે અને તે એક ફિલ્મ માટે અંદાજે 80 લાખ રુપિયાનો ચાર્જ લે છે. સાથે તે જાહેરાતથી પણ કમાણી કરે છે. કૃતિ ખરબંદા બોલિવુડ સિવાય અનેક સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. કૃતિનું મુંબઈ સિવાય બેંગ્લુરુમાં પણ એક લગ્ઝરી ઘર છે.

ફુકરે અભિનેતા પુલકિત સમ્રાટની વાત કરીએ તો તેમણે ટીવીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. પહેલી વખત ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે બોલિવુડમાં કામ કરવાનું શરુ કર્યું.

પુલકિતે બિટ્ટો બોસથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. રિપોર્ટ મુજબ અભિનેતાની કુલ નેટવર્થ 5 મલિયન ડોલર એટલે કે, 41 કરોડની આસપાસ છે. મુંબઈમાં એક આલીશાન ઘર છે. તેમજ અનેક લગ્ઝરી કારનું પણ કલેક્શન છે.
