જામનગરમાં અનંત અંબાણીના લગ્નમાં ગીત ગાનાર કરોડપતિ સિંગર 7 વર્ષ બાદ છુટાછેડા લઈ રહ્યો છે
પોપ મ્યુઝિક સુપરસ્ટાર જસ્ટિન બીબર પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં હાલમાં પર્સનલ લાઈફને લઈને એક મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. હોલીવુડના કેટલાક મીડિયા પોર્ટલે દાવો કર્યો છે કે જસ્ટિન બીબર અને તેની પત્નીના છૂટાછેડા થઈ શકે છે. જો કે,સિંગર અથવા તેની પત્ની તરફથી આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

પોતાના ગીતથી દુનિયાને દિવાના બનાવનાર ફેમસ સિંગર જસ્ટિન બીબર પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ પોર્ટલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જસ્ટિન પોતાની પત્ની હેલી બાલ્ડવિન સાથે છુટાછેડા લઈ શકે છે.

બંન્ને 7 વર્ષ પહેલા 2018માં લગ્ન કર્યા હતા. 6 મહિના પહેલા હેલીએ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના થોડા જ દિવસો બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે. પરંતુ આ વાતને લઈ જસ્ટિન કે તેમની પત્નીએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી,

જાણકારી મુજબ હેલીથી અલગ થવું જસ્ટિનન બીબરને મોંઘુ સાબિત થઈ શકે છે કારણ કે, હેલીએ તેની પાસે 300 મિલિયન ડોલર (અંદાજે 2627 કરોડ રુપિયા)ની એલિમની લેશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, છુટાછેડા લેવાનો નિર્ણય હેલી લઈ રહી છે. કારણ કે, તે જસ્ટિનની કેટલીક આદતોથી પરેશાન છે.

જસ્ટિન બીબરને નશાની આદત છે. તેમણે હેલી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તેમની પત્ની હેલીને કહ્યું હતુ કે, તે નશાથી દુર રહેશે. પરંતુ જસ્ટિને પોતાનું વચન નિભાવ્યું નહિ. એટલા માટે હવે આ આદતથી પરેશાન થઈ છે.

હેલીને નશામાં આવ્યા પછી જસ્ટિનની આદત પસંદ નથી. તે પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત છે. જસ્ટિનની આદતોને ધ્યાનમાં રાખીને, હેલી તેના બાળકની સંપૂર્ણ કસ્ટડી માટે અરજી કરી શકે છે. આ જ કારણ છે કે તેમના તરફથી ભરણપોષણની ભારે માંગ કરવામાં આવી રહી છે.

હેલી અને જસ્ટિને વર્ષ 2015માં એટલે કે 10 વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે જસ્ટિન 21 વર્ષનો હતો અને હેલી 19 વર્ષની હતી. જોકે, શરૂઆતમાં આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંન્ને અલગ થયા હતા. જો કે, થોડા વર્ષો પછી, બંને ફરીથી એકબીજાને મળ્યા અને પછી જસ્ટિન-હેલીએ લગ્ન કરી લીધા.
પોપ સ્ટાર જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં મહેમાનોને દિવાના બનાવી દીધા હતા. જસ્ટિન બીબરના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































