કોમેડીથી કરોડપતિનો માલિક બનેલા સમય રૈનાના પરિવાર વિશે જાણો,સંપત્તિ મામલે બોલિવુડ સ્ટારને પણ ટકકર મારે છે
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પરની તેની અભદ્દ ટિપ્પણીઓને કારણે રૈનાને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. કોમેડિયન સમય રૈનાની કુલ સંપત્તિ જાણીને તમે દંગ રહી જશો, કારણ કે સમયે પોતાની કોમેડીના દમ પર કરોડોની સંપત્તિ બનાવી છે. સમય રૈનાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદોમાં છે. સામાન્ય લોકો તેમજ ખાસ લોકો આનો વિરોધ કરી રહ્યા છે.

તાજેતરમાં જ આ શોનો એક નવો એપિસોડ રિલીઝ થયો, જેના પછી આખો હોબાળો શરૂ થયો હતો. તો આજે આપણે સમય રૈનાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

શો દરમિયાન, રણવીર અલ્હાબાદિયાના એક નિવેદને બધા માટે મુશ્કેલી ઊભી કરી. આ અંગે તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. તો આજે આપણે સમય રૈનાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

સમય રૈના પોતાના પરિવાર સાથે જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. સમય રૈનાનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમના પિતા રાજેશ રૈના એક જાણીતા પત્રકાર છે તેની માતા સ્વીટી રૈના છે, સમય રૈનાએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

સમય રૈના એક પ્રખ્યાત ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન અને સફળ યુટ્યુબર છે. તે એમેઝોન પ્રાઇમ વિડીયોના રિયાલિટી શો 'કોમિક્સટન'નો વિજેતા છે. જોકે, શોમાં ટાઇ થવાને કારણે, આકાશ ગુપ્તા પણ સમય શોનો વિજેતા બન્યા હતા.

સમયનો જન્મ 26 ઓક્ટોબર 1997 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તેમણે મહારાષ્ટ્રના પુણેથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. પણ તેમને શરૂઆતથી જ કોમેડીમાં રસ હતો.

સમયયે 2013માં એક યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેમની યુટ્યુબ ચેનલનું નામ પણ સમય રૈના છે. તે આ યુટ્યુબ ચેનલ પર પોતાના કોમેડી વીડિયો અપલોડ કરતો હતો. પરંતુ 'Comicstaan' જીત્યા પછી, સમયની યુટ્યુબ ચેનલ લોકપ્રિય બની ગઈ હતી.

27 ઓગસ્ટ2017 થી અનેક ઓપન માઇક પર પર્ફોર્મ કર્યા પછી જેમ જેમ તેમને ઓળખ મળતી ગઈ, તેઓ સ્ટેન્ડ-અપ કોમેડીમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યો અને મુંબઈ અને દેશના ઘણા શહેરોમાં ઘણા સફળ શો કર્યા છે.

આ ચેનલ પર સમય રૈના દ્વારા 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' નામનો એક નવો શો શરૂ કરવામાં આવ્યો હતો. સમય રૈનાની વધતી જતી લોકપ્રિયતા જોઈને, સોની ટીવીએ તેમને અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'માં સેલિબ્રિટી સ્પર્ધક તરીકે આમંત્રણ આપ્યું. સમય તેના માતાપિતા સાથે આ શોમાં હાજરી આપી હતી.

તેમણે ઓનલાઈન ચાહકોને ચેસ તરફ આકર્ષવા માટે તેમની ચેનલ પર કોમેડિયન્સ ઓન બોર્ડ (COB) નામની ઓનલાઈન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું શરૂ કર્યું, જેમાં તેમના ઘણા કોમેડિયન મિત્રો અને અન્ય સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

મીડિયા રિપોર્ટ્સ અને ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, સમય રૈનાની કુલ સંપત્તિ લગભગ 195 કરોડ રૂપિયા છે. રૈનાના લાઈવ શો દેશ અને દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તે યુટ્યુબ વીડિયો અને વિવિધ શો દ્વારા દર મહિને 1.5 કરોડ રૂપિયા કમાય છે. આ ઉપરાંત, બ્રાન્ડ ડીલ્સ અને લાઈવ શો જેવા અન્ય કમાણીના સ્ત્રોતોમાંથી તેમની આવક સતત વધી રહી છે.

યુટ્યુબર માટે સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમય રૈનાની પણ ખૂબ સારી ફેન ફોલોઈંગ છે. તમને જણાવી દઈએ કે હાલમાં કોમેડિયન સમય રૈનાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 6 મિલિયન ફોલોઅર્સ છે અને તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 7 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
