IPL Auction 2026: હરાજી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ થઈ તૈયાર, જુઓ પ્લેયર્સની સંપૂર્ણ યાદી
આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ હરાજીમાં સૌથી વધુ સક્રિય રહ્યા હતા. ટીમ ₹64.3 કરોડના ભંડોળ સાથે પ્રવેશી હતી અને ગ્રીન અને પથિરાના સહિત 13 ખેલાડીઓને ઉમેર્યા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની મીની હરાજી 16 ડિસેમ્બર, 2026 ના રોજ અબુ ધાબીમાં થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ફરી એકવાર IPL 2026 માટે લક્ષ્ય બનાવી રહી છે.

2024 માં, શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, ટીમે તેનું ત્રીજું ટાઇટલ જીત્યું. ગયા વર્ષની સિઝન ટીમ માટે પડકારજનક હોવા છતાં, 'પર્પલ બ્રિગેડ' આ વખતે મજબૂત વાપસીની આશા રાખે છે. હવે, KKR તેનું ચોથું ટાઇટલ જીતવા માટે તેની શ્રેષ્ઠ ટીમ મેળવવા માટે તૈયાર થઈ રહ્યું છે.

કેમેરોન ગ્રીન પર સૌથી મોટી બોલી લાગી, 25.20 કરોડ માં KKR માં સામેલ, KKR એ લગાવી બીજી સૌથી મોટી બોલી, શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિષા પથીરાનાને 18 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.

વિકેટકીપર-બેટ્સમેન તેજસ્વી સિંહ માટે પણ જોરદાર બોલી લાગી અને કઠિન સ્પર્ધા બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સે આખરે તેને 3 કરોડમાં ખરીદ્યો.ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી , જે અગાઉ IPLમાં રમી ચૂક્યો છે, તેને કોલકાતા નાઈટ રાઇડર્સે ₹30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો . પ્રશાંત સોલંકીને પણ કોલકાતા નાઈટ રાઈડર્સે ₹30 લાખમાં ખરીદ્યો હતો.

કેમેરોન ગ્રીન (25.20 કરોડ), ફિન એલન (2 કરોડ), મતિષા પથિરાના (18 કરોડ), તેજસ્વી સિંહ (3 કરોડ), કાર્તિક ત્યાગી (30 લાખ), પ્રશાંત સોલંકી (30 લાખ), રાહુલ ત્રિપાઠી (75 લાખ), ટિમ સેફર્ટ (1.5 કરોડ), મુસ્તફિઝુર રહેમાન (2 કરોડ), 20 લાખ, સારમાન (2 કરોડ) દક્ષ કામરા (30 લાખ), રચિન રવિન્દ્ર (2 કરોડ), આકાશ દીપ (1 કરોડ) આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આટલા ખેલાડીની હરાજી થઈ છે.
