દિશા પટણીનો બ્લેક સ્કર્ટ અને મેચિંગ ક્રોપ ટોપમાં જોવા મળ્યો સિઝલિંગ અવતાર, ‘એક વિલન 2’ એક્ટ્રેસના જુઓ ગજબ ફોટો
દિશા પટણી (Disha Paatni) અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેયર છે. તે સોશિયલ મીડિયા રક ખૂબ જ એક્ટિવ છે.

બોલિવૂડ ક્વીન દિશા પટણી આજકાલ તેની અપકમિંગ ફિલ્મ એક વિલન રિટર્ન્સનાં પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા પટણી અલગ-અલગ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન મંગળવારે દિશા પટણી ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળી હતી.

દિશા પટણીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તમે જોશો કે દિશા પટણીએ બ્લેક સ્કર્ટ પહેર્યું છે અને મેચિંગ ક્રોપ ટોપ પહેર્યું છે. દિશાનું ક્રોપ ટોપ બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેનું કારણ દિલ શેપમાં બનેલા આ ક્રોપ ટોપની ડિઝાઇન છે.

એક તસવીરમાં દિશા પટણી સાથે તેની કો-સ્ટાર તારા સુતારિયા પણ જોવા મળી રહી છે. આ તસવીરને શેર કરતા દિશાએ કેપ્શનમાં લખ્યું- હેશટેગ ગર્લ પાવર.

દિશાની જેમ તારા સુતારિયાએ પણ કાળા કપડા પહેર્યા હતા. દિશા અને તારા બંનેએ તેમની ફિલ્મ એક વિલન રિટર્ન્સનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે.

તેની અપકમિંગ ફિલ્મને લઈને દિશા ઘણી ખુશ છે. દિશા કહે છે કે તેણે મલંગ અને રાધે જેવી બે ફિલ્મોમાં ગ્લેમરસ કેરેક્ટર ભજવ્યા હતા. તે હવે તેના પાત્રમાં કંઈક અલગ રાખવા માંગતી હતી, તેથી તેણે એક વિલન રિટર્ન્સ સિલેક્ટ કર્યું, જેથી તે અલગ અલગ અવતારમાં દર્શકોનું મનોરંજન કરી શકે.

મોહિત સૂરી સાથે દિશા પટણીનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પહેલા દિશાએ મોહિત સાથે મલંગમાં કામ કર્યું હતું. મલંગ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 29 જુલાઈએ થિયેટરોમાં આવનારી એક વિલન રિટર્ન્સ ધમાલ મચાવી શકે છે.