Breaking News : છૂટાછેડાના સમાચાર વચ્ચે હીરો નંબર -1 ગોવિંદાનું આવ્યું નિવેદન.. જાણો શું કહ્યું
અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાના સમાચાર વચ્ચે, અભિનેતાએ એક મોટું નિવેદન આપ્યું છે. ગોવિંદાએ સુનિતા આહુજાથી છૂટા થવાના સમાચાર વચ્ચે ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાનું મૌન તોડ્યું છે.

ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચે છૂટાછેડાના સમાચાર વચ્ચે, અભિનેતાએ એક મોટું નિવેદન આપ્યું છે. ગોવિંદાએ ઈટાઈમ્સને ને આપેલા ઇન્ટરવ્યુમાં આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તે ફરીથી ફિલ્મોમાં પાછા ફરવા માંગે છે. હાલમાં તેમનું ધ્યાન ફક્ત વ્યવસાય પર છે.

ગોવિંદાના મેનેજર શશી સિંહાએ ઈટાઈમ્સને ને જણાવ્યું હતું કે પરિવારના કેટલાક સભ્યોની ટિપ્પણીઓએ પણ તેમના સંબંધોમાં તણાવ પેદા કર્યો છે. આનાથી અલગ કંઈ નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ અબજોપતિ સ્ટારની કુલ સંપત્તિ કેટલી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાની કુલ સંપત્તિ લગભગ 150 કરોડ રૂપિયા ($18 મિલિયન) છે. તેમની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણો સહિત અનેક સ્ત્રોતોમાંથી આવે છે. તે ઘણા ટીવી શોમાં પણ દેખાય છે, જેના કારણે તેની લોકપ્રિયતા અકબંધ રહેવા પામી છે.

'હીરો નંબર 1' તરીકે જાણીતા ગોવિંદા વાર્ષિક લગભગ 12 કરોડ રૂપિયા કમાય છે. તેમની કમાણીનો મોટો ભાગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે, જ્યાં તેઓ એક ડીલ માટે લગભગ 2 કરોડ રૂપિયા લે છે. ફિલ્મોમાં અભિનય કરવા માટે, તે દરેક પ્રોજેક્ટ માટે 5-6 કરોડ રૂપિયા લે છે.

ગોવિંદા પાસે મુંબઈમાં ઘણી મિલકતો છે. તેમના બે મોટા ઘર છે, એક જુહુના કેડિયા પાર્કમાં છે અને બીજું મડ આઇલેન્ડમાં છે. જે ખૂબ જાણીતુ છે. આ મિલકતોની કુલ કિંમત આશરે 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેમણે ઘણા રિયલ એસ્ટેટ રોકાણો કર્યા છે.

ગોવિંદાને ગાડીઓનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે હ્યુન્ડાઇ ક્રેટા, ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર, મર્સિડીઝ C220D અને મર્સિડીઝ બેન્ઝ GLC જેવી લક્ઝરી કાર છે.