Ayushmann Khurrana Family Tree : બોર્ડની પરિક્ષા દરમિયાન પત્નીને કર્યું હતુ પ્રપોઝ, નાનો ભાઈ છે બોલિવુડ એક્ટર

અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તેની ગણના બોલિવૂડના સૌથી શિક્ષિત કલાકારોમાં થાય છે. તેમને કવિતાઓ લખવાનો પણ ખૂબ શોખ છે. આયુષ્માન ખુરાના તેના પરિવારની ખૂબ નજીક છે અને તે બોલિવૂડ ફિલ્મોમાં 'હોટ' પાત્રો ભજવવા માટે પ્રખ્યાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 9:10 AM
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પણ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે, જેની ઉજવણી ચાહકો અને કલાકારો દ્વારા કરવામાં આવી રહી છે. આ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ છે.

1 / 8
  આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેમના પિતા પી. ખુરાના જ્યોતિષ અને અંકશાસ્ત્રી છે. તેની માતા પૂનમ ખુરાના ગૃહિણી છે અને નાનો ભાઈ અપારશક્તિ ખુરાના તેની જેમ બોલિવૂડમાં અભિનેતા છે.અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતા અને પ્રખ્યાત જ્યોતિષ પી. ખુરાનાનું નિધન આ વર્ષે થયું છે. તેમણે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

2 / 8
આયુષ્માન ખુરાનાને 2012માં બોલિવૂડ ફિલ્મ 'વિકી ડોનર'થી સફળતા મળી હતી. અભિનય ઉપરાંત, તેને પુસ્તકો વાંચવાનો, કવિતાઓ લખવાનો અને ગિટાર વગાડવાનો પણ શોખ છે.આયુષ્માન ખુરાનાનું તેના સહ કલાકારો સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. આયુષ્માનને ગાવાનો પણ શોખ છે

3 / 8
 આયુષ્માન અને તાહિરાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ બંને સ્કૂલના સમયથી એકબીજાને ઓળખતા હતા.બંનેની મુલાકાત ફિઝિક્સ કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી. બંને તેમની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેણે તાહિરા કશ્યપ સાથે ફોન પર વાત કરી હતી. પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

4 / 8
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ તેમની પ્રથમ મુલાકાત પછી મિત્ર બન્યા હતા અને બંનેએ ચંદીગઢમાં સાથે અભ્યાસ પણ કર્યો હતો. સ્કૂલના સમયમાં શરૂ થયેલી આ લવ સ્ટોરી માત્ર કોલેજ પૂરતી જ સીમિત ન હતી, પરંતુ બંનેએ થિયેટરમાં પણ સાથે કામ કર્યું હતું. તેમને બે બાળકો વિરાજવીર ખુરાના અને વરુષ્કા ખુરાના છે

5 / 8
અપારશક્તિ ખુરાનાનો જન્મ 18 નવેમ્બર 1987ના રોજ ચંદીગઢમાં થયો હતો.આ પછી અપારશક્તિએ રેડિયો અને વિડિયો જોકી તરીકે સિનેમામાં પોતાની કારકિર્દી શરૂ કરી. અપારશક્તિ ખુરાનાએ વીજે તરીકે ઘણા શો કર્યા. આ પછી તે ફિલ્મો તરફ વળ્યો. અપારશક્તિએ વર્ષ 2016માં ફિલ્મ 'દંગલ'થી સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે ગીતા-બબીતાના પિતરાઈ ભાઈના રોલમાં જોવા મળ્યો હતો.

6 / 8
અપારશક્તિ ખુરાના અને આકૃતિ ખુરાનાએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા. આ લગ્નમાં બંનેના નજીકના લોકોએ હાજરી આપી હતી. અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહુજાએ પંજાબી સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા.અપારશક્તિના અંગત જીવનની વાત કરીએ તો તેની પત્નીનું નામ આકૃતિ છે. તે અને આકૃતિ 27 ઓગસ્ટ 2021ના રોજ એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા હતા. અપારશક્તિ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે.

7 / 8
 આયુષ્માન ખુરાના હાલમાં તેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે, જેણે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તેણે કરમ અને પૂજાના બે પાત્રો ભજવ્યા છે. પોતાની આર્થિક તંગીને કારણે કર્મ પૂજા બનવું પડે છે.આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">