Gujarati News » Photo gallery » Cinema photos » Alia bhatt baby bump shown for the first time posed with ranbir kapoor with a cute smile on her face watch photos
પહેલીવાર દેખાયો આલિયા ભટ્ટનો બેબી બમ્પ, ચહેરા પર ક્યૂટ સ્માઈલ સાથે રણબીર સાથે આપ્યો પોઝ
આલિયા ભટ્ટની (Alia Bhatt) પ્રેગ્નન્સીના જ્યારથી સમાચાર આવ્યા છે, ત્યારથી દરેક વખતે પોતાનો બમ્બી બમ્પ છુપાવતી જોવા મળી છે, પરંતુ આ વખતે તેણે એવું કંઈ કર્યું નથી.
આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના જ્યારથી સમાચાર આવ્યા છે ત્યારથી દરેક વખતે પોતાનો બંબી બમ્પ છુપાવતી જોવા મળી છે, પરંતુ આ વખતે તેણે એવું કંઈ કર્યું નથી. હાલમાં તે તેના પતિ અને એક્ટર રણબીર કપૂર અને 'બ્રહ્માસ્ત્ર'ના ડાયરેક્ટર અયાન મુખર્જી સાથે મુંબઈમાં ઈન્ફિનિટી મોલની બહાર જોવા મળી હતી.
1 / 6
આલિયા ભટ્ટે આ દરમિયાન ગ્રે કલરનો એક ટાઈટ ફિટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં આલિયા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તે રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે સ્માઈલ કરતી જોવા મળે છે.
2 / 6
આલિયા ભટ્ટનો આ અવતાર જોઈને તમે પણ એક મિનિટ માટે જોતા જ રહી જશો. આલિયા તેની પ્રેગ્નન્સીને ખૂબ એન્જોય કરી રહી છે. તે તેની અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ પરિસ્થિતિમાં પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહીં.
3 / 6
આલિયા ભટ્ટ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે કારણ કે પોતાનું બાળક સ્વસ્થ રહે. પ્રેગ્નન્સીના સમાચાર સંભળાવતી વખતે આલિયા ભટ્ટ તે સમયે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેમના ચહેરા પર સ્માઈલ હતી અને એ જ સ્માઈલ તેના ચહેરા પર હજુ પણ જોવા મળે છે.
4 / 6
બ્લેક કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું ટ્રાઉઝર અને બ્લેક ગોગલ્સ પહેરીને રણબીર કપૂર પણ એકદમ ડેશિંગ લાગે છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર સિવાય આ તસવીરમાં અયાન મુખર્જી પણ જોવા મળે છે. ત્રણેય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.
5 / 6
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. તે માતા બનીને જેટલી ખુશ છે તેટલો જ રણબીર કપૂર પિતા બનીને ખુશ છે. આલિયાએ થોડા દિવસો પહેલા એમ પણ કહ્યું હતું કે રણબીર કપૂર એક સારા પિતા બનશે. ફેન્સ પણ તેમના બાળકના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.