ઈરા ખાન અને નુપુર શિખરેની લવ સ્ટોરી લોકડાઉનમાં શરુ થઈ, ડિપ્રેશનમાં હતી ઈરા ખાન
ઈરા અને નૂપૂર આજે એટલે કે 3જી જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કરશે. આ પછી કપલનું રિસેપ્શન મુંબઈમાં યોજાશે. તો ચાલો આજે આપણે જાણીએ કે નૂપૂર અને ઈરા ખાનની લવ સ્ટોરી ક્યાંથી શરુ થઈ હતી.

બોલિવુડ સુપર સ્ટાર આમિર ખાન અને રીના દત્તાની લાડલી પુત્રી ઈરા ખાન બોયફ્રેન્ડ નૂપૂર શિખરે સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે. ઈરા અને નૂપૂરના લગ્નને લઈને ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

લોકો આ બંન્નેના લગ્નને લઈ ખુબ ઉત્સાહિત છે સાથે એ જાણવા પણ ઉત્સુક છે કે, ઈરા ખાન અને નૂપૂર શિખરેની લવ સ્ટોરી ક્યાંથી શરુ થઈ હતી. બંન્નેની મુલાકાત કોવિડ લોકડાઉન દરમિયાન વર્ષ 2020માં થઈ હતી. તે સમયે આમિર ખાનની દિકરી ડિપ્રેશનમાં હતી.

લોકડાઉન દરમિયાન બંન્ને પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંન્ને સાથે સમય પસાર કરવા લાગ્યા અને એક સાથે રહેવા લાગ્યા હતા.નૂપૂર શિખરે બોલિવુડ સેલિબ્રિટીનો ટ્રેનર છે,

નૂપૂર આમિર ખાનનો પણ ફિટનેસ કોચ છે. કોરોના કાળમાં દેશભરમાં લોકડાઉન હતું તે દરમિયાન નૂપૂર ઈરાને ફિટનેસ ટ્રેનિંગ આપી રહ્યો હતો. આ દરમિયાન બંન્ને ખુબ નજીક આવ્યા હતા.

તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો. પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કર્યા બાદ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટો શેર કરતા હતા. ગત્ત વર્ષે બંન્ને સગાઈ કરી હતી અને નવા વર્ષના પહેલા મહિનામાં જ બંન્ને લગ્ન કરી રહ્યા છે.

































































