યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે નવા 'ગોલ્ડ કાર્ડ' વિઝાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે ગોલ્ડ કાર્ડ વિઝા હેઠળ તેઓ 5 મિલિયન ડોલર (43,56,16,720.00 કરોડ રૂપિયા)માં અમેરિકન નાગરિકતાનો માર્ગ મોકળો કરશે. તેમના મતે, ગોલ્ડ કાર્ડ વિઝા લાંબા સમયથી ચાલતા EB-5 રોકાણકાર વિઝાનું સ્થાન લેશે.
1 / 7
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં કહ્યું કે. જે લોકો ગોલ્ડ કાર્ડ વિઝા લેશે તેઓ સમૃદ્ધ અને સફળ થશે. તેઓ ઘણા પૈસા ખર્ચશે અને ઘણો ટેક્સ પણ ચૂકવશે. આ ઉપરાંત તેઓ લોકોને રોજગારી પણ આપશે. ટ્રમ્પે કહ્યું કે અમને લાગે છે કે તે ખૂબ જ સફળ થવા જઈ રહ્યું છે.
2 / 7
વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પુષ્ટિ કરી છે કે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વિઝા' 35 વર્ષ જૂના EB-5 પ્રોગ્રામને બે અઠવાડિયામાં બદલશે. 1990માં કોંગ્રેસ દ્વારા સ્થપાયેલ EB-5 વિઝા, ઓછામાં ઓછા 10 નોકરીઓનું સર્જન કરતા વ્યવસાય પર અંદાજે $1 મિલિયનનો ખર્ચ કરનારા રોકાણકારોને રહેઠાણ પ્રદાન કરે છે.
3 / 7
હોવર્ડ લ્યુટનીકે જણાવ્યું કે, ગોલ્ડ કાર્ડ ખરેખર ગ્રીન કાર્ડ, અથવા કાયમી કાનૂની નિવાસી, રોકાણકારો માટે પ્રવેશ ખર્ચ વધારશે. હોવર્ડ લ્યુટનીકના જણાવ્યા અનુસાર, તે છેતરપિંડી પણ દૂર કરશે અને અન્ય ગ્રીન કાર્ડ્સની જેમ તે નાગરિકતાનો માર્ગ પણ બનાવશે.
4 / 7
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના તાજેતરના ઇમિગ્રેશન ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ પૂરા થતા 12 મહિનામાં લગભગ 8,000 લોકોએ રોકાણકાર વિઝા મેળવ્યા છે. 2021 કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ રિપોર્ટમાં EB-5 પ્રોગ્રામમાં છેતરપિંડીના જોખમો વિશે ચેતવણી આપવામાં આવી છે, જેમાં રોકાણ ભંડોળના કાનૂની સ્ત્રોતની ચકાસણી અંગેની ચિંતાઓ સામેલ છે.
5 / 7
વિશ્વભરના દેશોમાં રોકાણકાર વિઝા કાર્યક્રમો અસ્તિત્વમાં છે. કન્સલ્ટન્સી ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સે એપીને જણાવ્યું હતું કે યુએસ, બ્રિટન, સ્પેન, ગ્રીસ, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇટાલી સહિત 100 થી વધુ દેશો શ્રીમંત અરજદારોને 'ગોલ્ડન વિઝા' ઓફર કરે છે.
6 / 7
ટ્રમ્પે તેમના પ્રસ્તાવિત 'ગોલ્ડ કાર્ડ' વિઝા માટે નોકરીની જરૂરિયાતોનો ઉલ્લેખ કર્યો નથી. કેપ્ડ EB-5 પ્રોગ્રામથી વિપરીત, તેણે ફેડરલ ડેફિસિટ ઘટાડવામાં મદદ કરવા માટે આમાંથી 10 મિલિયન વિઝા વેચવાનો વિચાર શરૂ કર્યો છે. તેણે કહ્યું કે તે કંઈક અંશે ગ્રીન કાર્ડ જેવું છે. આ લોકો માટે નાગરિકત્વનો માર્ગ છે અને તે આવશ્યકપણે શ્રીમંત લોકો અથવા મહાન પ્રતિભા ધરાવતા લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી આપશે.