Fastest Train in Gujarat : ગુજરાતમાં દોડે છે દેશની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન, જુઓ List
ભારતની સૌથી ઝડપી અને લક્ઝરી ટ્રેનો પર નજર કરવામાં આવે તો વંદે ભારત એક્સપ્રેસ થી લઈ તેજસ એક્સપ્રેસ સુધીની ટ્રેનો છે. જે ગુજરાતમાં પણ દોડે છે. જે તમામની વિશેષતા અનોખી છે.

ભારતીય રેલવે એશિયાનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. આજના યુગમાં, ટ્રેન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.

દેશમાં દરરોજ હજારો ટ્રેનો દોડે છે, જેમાં દરેક વિભાગના લાખો લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશની સૌથી ઝડપી ટ્રેન કઈ છે?

વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. તે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કેટલીક જગ્યાએ, વંદે ભારત એક્સપ્રેસ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

તેજસ એક્સપ્રેસ ભારતની એક સુપર લક્ઝરી ટ્રેન છે જેની મહત્તમ ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે. જોકે, સલામતી અને ટ્રેક પ્રતિબંધોને કારણે, તે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

શતાબ્દી એક્સપ્રેસની મહત્તમ ગતિ 130 થી 150 કિલોમીટર પ્રતિ કલાક છે. તે ભારતીય રેલવેની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે.

ભારતમાં રાજધાની એક્સપ્રેસની મહત્તમ ગતિ 140 કિમી પ્રતિ કલાક છે. મુંબઈ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી રાજધાની એક્સપ્રેસ છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
